હરિયાણામાં પણ નીતીશ કુમારવાળી થવાના અણસાર, JJPનું નિવેદન ચર્ચામાં - At This Time

હરિયાણામાં પણ નીતીશ કુમારવાળી થવાના અણસાર, JJPનું નિવેદન ચર્ચામાં


(તસવીરમાં ડાબે DyCM દુષ્યંત ચૌટાલા, જમણે CM મનોહર લાલ ખટ્ટર)- જોકે તેમણે BJP-JJP ગઠબંધનમાં પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છેચંદીગઢ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારબિહારમાં નીતીશ કુમારે NDA સાથે છેડો ફાડીને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ RJD-કોંગ્રેસ ગઠબંધન સાથે મળીને સરકાર બનાવી છે. ત્યારે બિહારમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી દળો સતત ભગવા પાર્ટી પર દબાણ બનાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાય છે. તેની અસર હરિયાણામાં પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ભાજપ જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે મળીને સરકાર ચલાવી રહી છે. જેજેપીના પ્રદેશ અધ્યક્ષ નિશાન સિંહે વર્ષ 2024માં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને હરિયાણાના આગામી મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. નિશાન સિંહે જણાવ્યું હતું કે, 'સૌ કોઈ આગળ વધવા ઈચ્છે છે અને મને તેમાં કશું ખોટું નથી લાગતું. તથા રાજ્યના દરેક પાર્ટી કાર્યકરો અને યુવાનો ઈચ્છે છે કે દુષ્યંત ચૌટાલા રાજ્યના આગામી મુખ્યમંત્રી બને.'નિશાન સિંહે તે પહેલા કરનાલ ખાતે રાજ્ય મંત્રી અનૂપ ધાનક સાથે પાર્ટીના નેતાઓની મુલાકાત લીધી હતી અને તેમને પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જોકે તેમણે BJP-JJP ગઠબંધનમાં પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે ધાનકે કહ્યું હતું કે, અંતિમ નિર્ણય પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે સલાહ-ચર્ચા બાદ લેવામાં આવશે. આદમપુર પેટાચૂંટણી અંગે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ તારીખની જાહેરાત બાદ નિર્ણય લેશે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજ્યમાં પોતાની જમીન ગુમાવી ચુકી છે અને તે કેડર બનાવવામાં અસફળ રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.