મહીસાગર જિલ્લા પંચાયત ભવન ખાતે આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ- આયુષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું - At This Time

મહીસાગર જિલ્લા પંચાયત ભવન ખાતે આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ- આયુષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું


આયુષ મંત્રાલય દ્વારા સ્વસ્થ, સમૃધ્ધ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નેશનલ આયુષ મિશન હેઠળ આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ-આયુષ રથનું ઉદ્ઘાટન આજ રોજ જિલ્લા પંચાયત ભવન લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ આયુષ રથ થકી મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં આયુષની સેવાઓ મળી રહશે તથા આયુર્વેદ તથા હોમીયોપેથી દવાઓ છેવાડાના ગામમાં લોકોને મળી રહે તે માટે આયુર્વેદ શાખા અને જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાંટ, જિલ્લા આયુર્વેદ અધિકારી રણજીત નિનામા, આરોગ્ય સમિતિ ચેરમેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત આયુર્વેદ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.