વાંચો PM મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનના અંશો - At This Time

વાંચો PM મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનના અંશો


નવી દિલ્હી, તા. 15 ઓગસ્ટ 2022 સોમવારસ્વંતત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરથી 9મી વખત દેશને સંબોધિત કર્યો. દેશ આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.ગાંધીનુ સપનુ પૂરુ કરવા માટે પોતાને સમર્પિત કર્યો, આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મહાત્મા ગાંધીનો છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાનુ સપનુ હતુ, મે આપણા મહાત્મા ગાંધીના સપનાને પૂરુ કરવા માટે પોતાને સમર્પિત કર્યો.ભારત લોકતંત્રની જનનીપીએમ મોદીએ કહ્યુ કે ભારત લોકતંત્રની જનની છે. હુ પહેલી વ્યક્તિ હતો, જેણે લાલ કિલ્લા પરથી દેશવાસીઓના ગૌરવગાન કરવાની તક મળી હતી. જેટલુ તમારી પાસેથી શીખ્યો છુ, તમને ઓળખી શક્યો છુ. તમારા સુખ-દુખને જાણી શક્યો છુ. તેને માટે મે સંપૂર્ણ સમય તે લોકો માટે ખપાવ્યો છે.આ પણ વાંચો: Independence Day: PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો નવો નારોસામૂહિક ચેતનાનુ પુન:જાગરણ થયુલાલ કિલ્લાના પ્રાચીરથી પીએમ મોદીએ કહ્યુ કે આપણા દેશવાસીઓએ પણ સિદ્ધિઓ મેળવી છે. પુરુષાર્થ કર્યો છે, હાર માની નથી અને સંકલ્પોને વેડફવા દીધા નથી. આપણે ભૂતકાળમાં જોયુ છે, આપણે વધુ એક શક્તિનો અનુભવ કર્યો છે. ભારતમાં સામૂહિક ચેતનાનુ પુન:જાગરણ થયુ છે. આઝાદીનો અમૃત હવે સંકલ્પમાં બદલાઈ રહ્યો છે. સિદ્ધિનો માર્ગ જોવા મળી રહ્યો છે. મોટા સંકલ્પથી મેળવી આઝાદીપીએમ મોદીએ કહ્યુ કે આપણે મોટો સંકલ્પ લીધો હતો. આઝાદીનો. આપણે આઝાદ થઈ ગયા, આ એટલા માટે થયુ કેમકે સંકલ્પ ખૂબ મોટો હતો, જો સંકલ્પ સીમિત હોત તો કદાચ આજે પણ સંઘર્ષ કરી રહ્યા હોત.માનવ કેન્દ્રીય વ્યવસ્થા ડેવલપ થશેપીએમ મોદીએ કહ્યુ કે માનવ કેન્દ્રીય વ્યવસ્થાને વિકસિત કરીશુ. આપણા કેન્દ્રમાં માનવ હશે. તેમની આશાઓ હશે. ભારત જ્યારે મોટા સંકલ્પ કરે છે, કરીને બતાવી દે છે. જ્યારે મે સ્વચ્છતાની વાત કરી તો આ દેશે કરીને બતાવ્યુ. જ્યારે દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે 200 કરોડ વેક્સિનેશનના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધુ. તમામ રેકોર્ડ તોડી દીધા. અઢી કરોડ લોકોના ઘરમાં નળ થી જળ પહોંચાડવાનુ કામ દેશ કરી રહ્યો છે. ખુલ્લામાં શૌચથી મુક્તિ સંભવ થઈ શકી છે.આ પણ વાંચો: Independence day: PM મોદીએ 5 સંકલ્પ સાથે આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ જણાવીનવી શિક્ષણ નીતિનવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પીએમ મોદીએ કહ્યુ કે આ માટે કરોડો લોકોની સલાહ લેવામાં આવી. ભારતની જમીનની ધરતી સાથે જોડાયેલી શિક્ષણ નીતિ બની છે.ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતજ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા થતો નથી, સામાજિક રીતે તેને નીચુ બતાવવા માટે મજબૂર કરાતા નથી, ત્યાં સુધી આ માનસિકતા ખતમ થવાની નથી. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ પોલુ કરી રહ્યો છે તેની સામે દેશએ લડવુ જ પડશે. અમારો પ્રયત્ન છે કે જેમણે દેશને લૂંટ્યો છે તેમણે પાછુ આપવુ જ પડે. અમે આનો પ્રયત્ન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે મારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનુ છે. મારે આના વિરુદ્ધ લડતને ઝડપી બનાવવાની છે. મને 130 કરોડ ભારતીયોનો સાથ જોઈએ. જેથી હુ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી શકુ. તેથી મારા દેશવાસીઓ એ ચિંતાનો વિષય છે, ભ્રષ્ટાચાર પ્રત્યે નફરત દેખાય છે પરંતુ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ ચેતના દેખાતી નથી.આપણી પાસે ગ્લોબલ વોર્મિંગનો ઉકેલજ્યારે આપણે પોતાની ધરતી સાથે જોડાઈશુ ત્યારે તો ઉંચા ઉડીશુ, ત્યારે વિશ્વને પણ ઉકેલ આપી શકીશુ. આપણે પ્રકૃતિને પ્રેમ કરવાનુ જાણીએ છીએ. આપણી પાસે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના ઉકેલનો રસ્તો છે. આપણા પૂર્વજોએ આપણને આપ્યો છે જ્યારે દુનિયા હોલિસ્ટિક હેલ્થ કેરની ચર્ચા કરે છે તો દુનિયાની નજર ભારતના યોગ પર આવે છે. ભારતના આયુર્વેદ પર જાય છે. જ્યારે વ્યક્તિગત તણાવની વાત થાય છે તો વિશ્વને ભારતનો યોગ દેખાય છે જ્યારે સામૂહિક તણાવની વાત થાય છે વિશ્વને ભારતની પારિવારિક વ્યવસ્થા દેખાય છે. જન કલ્યાણથી જગ કલ્યાણઆપણે તે લોકો છીએ જે જીવમાં શિવ જોઈએ છીએ. નરમાં નારાયણ જોઈએ છીએ જે નારીને નારાયણી કહે છે. છોડમાં પરમાત્મા દેખાય છે. જે નદીને માતા માને છે, આપણે તે છીએ જે દરેક કાંકરામાં શંકર જોઈએ છીએ. અમે તે છીએ જેણે દુનિયાને વસુધૈવ કુટુમ્બકમનો મંત્ર આપ્યો. જે કહે છે કે સત્ય એક છે. આપણે દુનિયાનુ કલ્યાણ જોયુ છે. આપણે જન કલ્યાણથી જગ કલ્યાણ જોયુ છે. ભાઈ-ભત્રીજાવાદની દુષ્ટતાજ્યારે હુ ભાઈ-ભત્રીજાવાદ અને પરિવારવાદની વાત કરુ છુ તો લોકોને લાગે છે કે હુ માત્ર રાજકારણની વાત કરી રહ્યો છુ. દુર્ભાગ્યથી રાજકીય ક્ષેત્રની તે દુષ્ટતાને હિંદુસ્તાનની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષિત કરી દીધો છે. ભારત જેવા લોકતંત્રમાં જ્યાં લોકો ગરીબી સાથે ઝઝૂમી રહ્યા છે. એક તરફ તે લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી. બીજા તે લોકો છે. જેમની પાસે લૂંટેલા રૂપિયા રાખવાની જગ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનુ છે. જે લોકો ગઈ સરકારોમાં બેન્કોને લૂંટી લૂંટીને ભાગી ગયા. અમે તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ. કેટલાક લોકો જેલમાં છે. અમારો પ્રયત્ન છે કે જે લોકો દેશને લૂંટે છે તેમના માટે એવી સ્થિતિ બનાવવામાં આવે કે તેમને લૂંટેલા રૂપિયા પાછા આપવા પડે.માનવ સંસાધન અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગઆપણા નાના ખેડૂત, લઘુ ઉદ્યોગ, શેરી વિક્રેતાઓ, આને આર્થિક તાકાત આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. માનવ સંસાધન અને પ્રાકૃતિક સંસાધનોનો મોટાભાગે ઉપયોગ કેવી રીતે થાય તેની પર જોર આપવુ પડશે. ગામથી લઈને શહેર સુધી પોલીસથી લઈને યુદ્ધ મેદાન સુધી રમતનુ મેદાન હોય, દેશના વિકાસમાં નારી શક્તિ પર ધ્યાન જરૂરી છે. બંધારણના નિર્માતાઓએ દેશના ફેડરલ સ્ટ્રક્ચર પર જોર આપ્યુ અને તે ભવિષ્યની જરૂર છે. કાર્યક્રમ અને કાર્યશૈલી અલગ હોઈ શકે છે પરંતુ જરૂરિયાત હેલ્ધી કમ્પિટિટિવ ફેડરલિઝ્મની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.