ઇલ્સાસ કોલેજ વલ્લભ વિદ્યાનગર દ્વારા ENCUESTA 7.0  ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pkhfwfmdmvtd3apg/" left="-10"]

ઇલ્સાસ કોલેજ વલ્લભ વિદ્યાનગર દ્વારા ENCUESTA 7.0  ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન


ઇલ્સાસ કોલેજ વલ્લભ વિદ્યાનગર દ્વારા ENCUESTA 7.0  ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું
જેમાં ત્રણ પ્રકારની યોજાનાર ક્વિઝમાં વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, મહેમદાવાદ, કપડવંજ  અને  અમદાવાદની વિવિધ  શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

આણંદ શહેર પાસેના વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ યુનિવર્સિટી સંચાલિત ઇલ્સાસ કોલેજ દ્વારા ENCUESTA 7.0  'ક્વિઝિંગ કાર્નિવલ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, મહેમદાવાદ, કપડવંજ  અને  અમદાવાદની વિવિધ નામાંકિત શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. ENCUESTA 7.0 માં ત્રણ પ્રકારની ક્વિઝ નું આયોજન થઈ રહ્યું છે, જેમાં  સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ક્વિઝ તેમજ કોલેજ કક્ષાએ ફિલ્મ પ્રેમીઓ માટે બોલીવુડ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યુ છે. આ ક્વિઝનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા તથા ટીમ વર્કના સહભાગીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. કોલેજ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે જેમાં સ્કુલ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે. ENCUESTA 7.0 મા 1000 થી પણ વધુ સ્પર્ધકો ભાગ લેશે. આ જાણકરી  ઇલસાસ કોલેજમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સી.એન. અર્ચના દ્વારા આપવામા આવી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]