વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ *‘‘E-FIR ઉપરથી FIR નોંધી EGUJCOP તથા સીસીટીવી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી છેલ્લા પંદરેક વર્ષથી પોરબંદર, ભાવનગર, ઓખા, - At This Time

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ *‘‘E-FIR ઉપરથી FIR નોંધી EGUJCOP તથા સીસીટીવી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી છેલ્લા પંદરેક વર્ષથી પોરબંદર, ભાવનગર, ઓખા,


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ

*‘‘E-FIR ઉપરથી FIR નોંધી EGUJCOP તથા સીસીટીવી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી છેલ્લા પંદરેક વર્ષથી પોરબંદર, ભાવનગર, ઓખા, ખંભાળીયા તથા મેઘપર જેવા શહેરોમાંથી મોટર સાયકલ ચોરીના આશરે દશેક ગુનાઓ તથા પ્રોહીબિશનના આશરે પાંચ જેટલા ગુન્હાઓ આચરનાર રીઢા ગુનેગારને ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે પકડી પાડી ચોરીના બે ગુન્હાઓ ડીટેકટ કરતી વેરાવળ સીટી પોલીસ’’*

💫 *ગુનાઓની વિગત ઃ-* (૧) ફરીયાદીશ્રી મોહમદ તોહીતભાઇ સુલેમાનભાઇ ભાદરકા રહે.પ્ર.પાટણ વાળાની મો.સા. *હોન્ડા કંપનીનું કાળા કલરનું લાલ પટાવાળું લીવો રજી.નંબર- GJ-32-C-6070 જેના ચેચીસ નં.-ME4JC711CGT097720 તથા એન્જીન નં. JC71ET0152469 કિ.રૂા.૨૫,૦૦૦/- નું ગઇ તા.૨૨/૦૯/૨૦૨૨ કલાક સવારના ૦૪/૦૦ થી તા.૨૨/૦૯/૨૦૨૨ સાંજના કલાક -૧૭/૦૦ વાગ્યા દરમ્યાન વેરાવળ રેલ્વે સ્ટેશન સામે મંમાઇ ડેરી પાસેથી ચોરી થયા અંગેની E-FIR કરેલ હોય જે વેરાવળ સીટી પો.સ્ટે. E-FIR નં.20221001596481* થી તા.૦૧/૧૦/૨૦૨૨ ના રોજ નોંધાયેલ જેની તપાસ *એ.એસ.આઇ. શ્રી વિપુલભાઇ રાઠોડ* ને સોંપવામાં આવેલ અને તેઓએ બનાવ બાબતે યોગ્ય તપાસ કરતા મો.સા. ચોરી થયા અંગેની હકીકત જણાય આવેલ જેથી સદરહુ *ઇ-એફઆઇઆર બાબતે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૫૪૧/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૭૯* મુજબનો ગુનો રજી. થયેલ
(૨) ફરીયાદીશ્રી છબીલાલ દલબહાદુર રોકાક્ષેત્રી રહે.પ્ર.પાટણ વાળાનો *ઓપ્પો કંપનીનો એ-૧૬ મોડેલનો મોબાઇલ ફોન કિં.રૂા.૧૦,૦૦૦/- વાળો મોબાઇલ તા.૦૨/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે વેરાવળ વખારીયા બજારમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે અંધારાનો લાભ લઇ નજર ચુકવીને ફરિ.ના શર્ટના ઉપરના ખીસ્સામાંથી ફરિ.નો મોબાઇલ સેરવી લઇ ચોરી થયા અંગેની E-FIR કરેલ હોય જે વેરાવળ સીટી પો.સ્ટે. E-FIR નં.20221002597631* થી તા.૦૨/૧૦/૨૦૨૨ ના રોજ નોંધાયેલ જેની તપાસ પણ *એ.એસ.આઇ. શ્રી વિપુલભાઇ રાઠોડ* ને સોંપવામાં આવેલ અને તેઓએ બનાવ બાબતે યોગ્ય તપાસ કરતા મોબાઇલ ચોરી થયા અંગેની હકીકત જણાય આવેલ જેથી સદરહુ *ઇ-એફઆઇઆર બાબતે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૫૪૪/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ*
💫સદરહુ ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ *જુનાગઢ રેન્જ ઇન્ચાર્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી જાડેજા સોહબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓ તરફથી આવા ચોરીના ગુન્હાઓ આચરનાર ઇસમોને પકડી પાડી આવા બનાવો બનતા અટકાવવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા સુચના મળેલ જે અનુસંધાને
💫વેરાવળ સીટી પો.સ્ટે.ના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ *સર્વેલન્સ સ્ટાફના PSI એ.સી.સિંધવ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો* ફાળવી અલગ અલગ ટીમોની રચના કરી ઉપરોક્ત ગુન્હાના મુદામાલ તથા અજાણ્યા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ અને *ઇણાજ ખાતેના નત્રેમ સીસીટીવી ના ફુટેજ આધારે ઝીણવટભરી રીતે અભ્યાસ કરી સદરહુ બન્ને ગુનાના મુદામાલ તથા અજાણ્યા આરોપીને પકડી પાડવા સારૂ સર્વેલન્સ સ્ટાફના PSI એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. વિપુલભાઇ રામસીંગભાઇ તથા દેવદાનભાઇ માણંદભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો. હેડ કોન્સ. મયુરભાઇ મેપાભાઇ તથા પો. કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ તથા જયેશભાઇ બાલુભાઇ તથા નદીમભાઇ શેરમહમદભાઇ* એ રીતેના પો. સ્ટાફ તા.૦૩/૧૦/૨૦૨૨ ના રોજ વેરાવળ પાટણ દરવાજા ખાતે વોચ/તપાસ વાહન ચેકીંગમાં હતા દરમ્યાન *પો. કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ* ને સંયુકતમાં મળેલ બામતી હકીકત આધારે વોચ/તપાસ - વાહન ચેકીંગ દરમ્યાન *એક ઇસમ નંબર પ્લેટ વગરનુ મો.સા. ચલાવી નીકળતા મજકુર પાસે રહેલ મો.સા. જોતા હોન્ડા કંપનીનું કાળા કલરનું લાલ પટાવાળું લીવો હોય જેના આગળ પાછળની નંબર પ્લેટ જોવામાં આવેલ નહી જેથી મજકુર ઇસમની કબ્જા હવાલાની મો.સા. ના માલિકી બાબતેના આધાર પુરાવા રજુ કરવા કહેતા મજકુર ઇસમ પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાથી મો.સા.ના એન્જીન નંબર જોતા JC71ET0152469 ના જોવામાં આવેલ જે એન્જીન નંબર ઇગુજકોપ મારફતે ઓનલાઇન ચેક કરતા સદરહુ મો.સા. આ કામના ફરિયાદીશ્રી મોહમદ તોહીતભાઇ સુલેમાનભાઇ ભાદરકાના નામે હોય તેમજ રજી. નંબર- GJ-32-C-6070 તથા ચેચીસ નં.-ME4JC711CGT097720 તથા એન્જીન નં. JC71ET0152469* ના હોય જેથી *મજુકરને વિશ્વાસમાં લઇ યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદરહુ મો.સા. ગઇ તા.૨૨/૦૯/૨૦૨૨ ના વહેલી સવાર ના પાંચેક વાગ્યાના સુમારે વેરાવળ રેલ્વે સ્ટેશન સામે આવેલ મંમાઇ ડેરની પાસે પાર્ક કરેલ હોય ત્યાંથી ચોરી કરેલનું જણાવેલ અને મજકુરની અંગ ઝડતીમાંથી સ્કાય બ્લુ કલરનો ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ પણ તા.૦૨/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રીના વેરાવળ વખારીયા બજારમાંથી અજાણ્યા માણસના ખીસ્સામાં ચોરી કરેલની હકીકત જણાવતા મજકુર આરોપી- ગોદળભાઇ સનાભાઇ લધા રહે.મીઠાપુર, સુરજકાળી ઉધ્યોગનગર, રામદેવપીરના મંદિરની બાજુમાં, તા.જી.દેવભુમી વાળાને વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૫૪૧/૨૨ ના કામે ચોરીમાં ગયેલ મો.સા. હોન્ડા કંપનીનું કાળા કલરનું લાલ પટાવાળું લીવો રજી. નંબર- GJ-32-C-6070 જેના ચેચીસ નં.-ME4JC711CGT097720 તથા એન્જીન નં. JC71ET0152469 કિ.રૂા.૨૫,૦૦૦/- તથા ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૫૪૪/૨૨ ના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ સ્કાય બ્લુ કલરનો ઓપ્પો કંપનીનો એ-૧૬ મોડેલનો IMEI NO.<a href="tel:8618310509">861831050977897 તથા <a href="tel:8618310509">861831050977889 નો મોબાઇલ ફોન કિં.રૂા.૧૦,૦૦૦/-* વાળા સાથે પકડી પાડી બન્ને ગુનાના કામે અટક કરવા તજવીજ હાથ ધરેલ છે. અને *આરોપીની પુછપરછ દરમ્યાન હકીકત બહાર આવેલ છે કે આરોપીએ છેલ્લા પંદરેક વર્ષથી પોરબંદર, ભાવનગર, ઓખા, ખંભાળીયા તથા મેઘપર જેવા શહેરોમાંથી મોટર સાયકલ ચોરીના આશરે દશેક ગુનાઓ તથા પ્રોહીબિશનના આશરે પાંચ જેટલા ગુન્હાઓ આચરેલ ની કબુલાત આપેલ છે.*

💫 *આરોપીની એમઓ.ઃ-* આ કામેના આરોપી દારૂ પીવાની ટેવ વાળા હોય જેથી દારૂ પી ગયા બાદ શેરીઓમાં પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કરવાની ટેવ ધરાવે છે.

💫 *આરોપીએ કબુલાત આપેલ ગુન્હાઓઃ-*
મોટરસાયકલની ચોરીના ગુનાઓ-
(૧)પોરબંદરમાં સને-૨૦૧૩માં મો.સા.ની ચોરી કરેલ જે અંગે કમલાબાગ પો.સ્ટે.માં ચોરીના ગુનામાં પકડાયેલ
(૨)ભાવનગરમાં સને-૨૦૧૩માં મો.સા.ની ચોરી કરેલ જે અંગે ભાવનગરમાં ડી.ડીવી.પો.સ્ટે.માં ચોરીના ગુનામાં પકડાયેલ
(૩)ખંભાળીયામાં સને-૨૦૧૧માં ચાર વખત મો.સા. ચોરી કરેલ જે અંગે ખંભાળીયા પો.સ્ટે.માં ચાર ચોરીના ગુનામાં પકડાયેલ
(૪)ઓખામાં સને-૨૦૧૬ તાથ ૨૦૨૦ માં મો.સા. ચોરી કરેલ જે અંગે ઓખા પો.સ્ટે.માં બે વખત ચોરીના ગુનામાં પકડાયેલ
(૫)મેઘપરમાં સને ૨૦૧૬ સુધીમાં ૨ વખત મો.સા.ની ચોરી કરેલ કરેલ જે અંગે ઓખા પો.સ્ટે.માં બે વખત ચોરીના ગુનામાં પકડાયેલ

💫 *પ્રોહીબિશનના ગુનાઓ-*
(૧) મેઘપર પો.સ્ટે.માં ચાર વખત પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ છે.
(૨)ખંભાળીયા પો.સ્ટે.મા એક વખત પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ છે.

💫 *કામગીરી કરનાર ટીમ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી એ.સી.સિંધવ તથા ASI દેવદાનભાઇ કુંભરવડીયા તથા ASI મેરામણભાઇ બિજલભાઇ તથા HC મયુરભાઇ વાજા તથા PC પ્રદિપસિંહ ખેર તથા PC કમલેશભાઇ ચાવડા તથા PC અશોકભાઇ મોરી તથા PC પ્રવિણભાઇ બાંભણીયા તથા PC રોહીતભાઇ ઝાલા તથા PC જયેશભાઇ ચાવડા PC નદીમભાઇ બ્લોચ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.