તરસાલી તળાવ પાસે પાર્ક કરેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં એકાએક આગ. - At This Time

તરસાલી તળાવ પાસે પાર્ક કરેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં એકાએક આગ.


શહેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સો માટે જુદાજુદા પાર્કિંગ પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે . જેથી કોલ મળતાં જ નજીકના પોઇન્ટ પરથી એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવતી હોય છે . આ એમ્બ્યુલન્સોમાં ઇન્વર્ટર હોય છે અને તેને ચાર્જિંગ પણ કરવામાં આવતું હોય છે . તરસાલી તળાવ પાસે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આજે રાતે એકાએક આગ લાગતાં મકરપુરા ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી . ઇન્વર્ટર ચાર્જિંગ કરતાં આગ લાગી હોવાનું મનાય છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.