પોલીસ થી બચવા ચાલુ ગાડી એ જુગાર . - At This Time

પોલીસ થી બચવા ચાલુ ગાડી એ જુગાર .


આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની મહિન્દ્રા કંપનીની પીકઅપ ડાલા કપુરાઇ ચોકડીથી ડભોઇ તરફ આવે છે તેમજ આ પીકઅપના પાછળના ભાગે વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં રહેતો અજરુદ્દીન અમરુદ્દીન શેખ બહારથી લોકોને લઇ જઇ જુગાર રમાડે છે તેવી બાતમી મળતા જિલ્લા પોલીસનો સ્ટાફ ડભોઇ વેગા ચોકડી પાસે ગોઠવાઇ ગયો હતો . આજે બપોરે પીકઅપ વેગા ચોકડી પાસે આવતાં જ તેને કોર્ડન કરીને રોકી તપાસ કરતાં પાછળના ભાગે કેટલાંક લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતાં . વડોદરા શહેર પોલીસે બાવામાનપુરામાં રહેતા નઇમ નજબુલ્લા ચૌહાણ , વસીમ મોહંમદહનીફ મેમણ , નબીરુદ્દીન વારીસઅલી શેખ , સાજીદ જાફરશા દિવાન , હજમુદ્દીન નજરુમીયાં મલેક , જાવેદ અબ્દુલભાઇ અરબ , અરબાજ ઐયુબ મલેક , મહંમદસીદ્દીક મીરમહંમદ મલેક , સરફરાજ જહુરુદ્દીન મલેક , એહમદહુસેન મકબુલહુસેન શેખ , અજરુદ્દીન હસનુદ્દીન શેખ , મુસ્તાક અબ્બાસ શેખ અને અજરુદ્દીન અમરુદ્દીન શેખની ધરપકડ કરી હતી . પોલીસે તેઓની પાસેથી રોકડ રૃા . ૩૩૭૦૦ તેમજ વાહન મળી કુલ રૃા . ૨. ૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.