મહીસાગર બાલાસિનોરના જમિયતપુરાની ડમ્પિંગ સાઇટ બંધ નહીં કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pgmcg7e0t9idfoty/" left="-10"]

મહીસાગર બાલાસિનોરના જમિયતપુરાની ડમ્પિંગ સાઇટ બંધ નહીં કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી


ખાનગી કંપની દ્વારા ઝેરી કેમિકલ વેસ્ટના નિકાલ થાય છે વિરોધ, આવેદન આપ્યું

ભૂગર્ભ જળ દૂષિત થવાની સાથે કૂવામાં પણ કેમિકલયુક્ત પાણી આવતું હોવાના લોકોના આક્ષેપ

બાલાસિનોર તાલુકાના બોડોલી ગ્રામ પંચાયતની જમિયતપુરા ગામની સીમમાં આવેલી મૈર્સસ મૌર્ય એન્વાયરોમેન્ટ પ્રોજેક્ટ પ્રા. કંપનીની ડમ્પિંગ સાઈટ કાર્યરત છે. આ સાઈટમાં ઝેરી કેમિકલ વેસ્ટ ઘન કચરો નાખવામાં આવે છે, તેનાથી ભૂગર્ભ જળ દૂષિત થયું છે, તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ સિંચાઈના કૂવાઓમાં કેમિકલવાળાં પાણીની અસર જોવા મળે છે. આથી આ કૂવાનું પાણી જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી અને આ અંગે વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો તંત્રને કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ સાઈટ હજુ ચાલુ છે અને દિવસે દિવસે ત્યાં આ ઘન કચરો વધુ પ્રમાણમાં નાખવાનું ચાલુ છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરી આ સાઈટ કાયમી ધોરણે બંધ કરવા લોકોએ માગ કરી છે. જો આ સાઈટ કાયમી ધોરણે બંધ કરવામાં નહિ આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]