દહેગામના હાલીસા ગામના પોલીસ કોસ્ટેબલને મગોડી પાસે અકસ્માત થતાં મોત નીપજ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pf56uwkrq5ulfz7s/" left="-10"]

દહેગામના હાલીસા ગામના પોલીસ કોસ્ટેબલને મગોડી પાસે અકસ્માત થતાં મોત નીપજ્યું


દહેગામ તાલુકાના હાલીસા ગામના તેમજ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ચૌહાણનું મગોડી ચિલોડા રસ્તા પર બાઈક સામે અચાનક કૂતરુ આવી જતા બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા વધુ ગંભીર ઈજાઓ ન થતા તેમને ગાંધીનગર સિવિલમાંથી રજા પણ આપી દીધી હતી જ્યારે ઘરે આવીને રાત્રે જમ્યા પછી દવા ગોળી લઇને તેઓ સુઈ ગયા હતા પરંતુ સવારે તેમની માતા દ્વારા તેમને ઉઠાડતા તે ન ઉઠ્યા જેથી તેમને 108 મારફતે દહેગામ સામુહિક કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમણે તપાસ કરતા તેમને મૃત જાહેર કરતા તેમનો પરિવાર તેમજ સમગ્ર હાલીસા ગામ શોકમગ્ન બની જવા પામ્યું હતું.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]