વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા


વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

બોટાદ જીલ્લા માં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી, ૧૦૫ જેટલી ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી

વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરી આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
ગત અઠવાડિયે ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને બોટાદ જિલ્લાની બોટાદ તેમજ ગઢડા વિભાગીય કચેરી હેઠળની બોટાદ શહેર-૧ તેમજ ૨, રાણપુર, પાળીયાદ, બરવાળા ,બોટાદ ગ્રામ્ય તેમજ ઢસા,ધોળા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની ૧૦૫ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને ૧૬૩૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૨૮૩ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૫૫.૯૭ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.

નોંધનીય છે કે એપ્રિલ-૨૨થી ફેબ્રુઆરી-૨૩ના સમયગાળામાં બોટાદ વર્તુળ કચેરી હેઠળ કુલ ૩૧૨૫૦ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૫૨૦૫ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ પકડાતા કુલ રૂ. ૯૬૨.૯૯ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં તેમ અધિક્ષક ઈજનેરશ્રી, પીજીવીસીએલ વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »