પ્રેસ નોટ** વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ તા.-૨૯/૦૭/૨૦૨૨ *:: શંકાસ્પદ/ચોરીની મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ::* - At This Time

પ્રેસ નોટ** વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ તા.-૨૯/૦૭/૨૦૨૨ *:: શંકાસ્પદ/ચોરીની મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ::*


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
તા.-૨૯/૦૭/૨૦૨૨
*:: શંકાસ્પદ/ચોરીની મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ::*

💫જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ ઘરફોડ/ચોરી/લુંટ જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા જીલ્લાના પોલીસ અઘિકારીઓને સુચના આપેલ હોય જે અન્વયે

💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના અન્વયે *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ . નટુભા ભાભલુભા તથા પો. કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ* વિ. પો.સ્ટાફના માણસો *વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર ડ્રાઇવ સબબ* પેટ્રોલીંગમા હતા દરમ્યાન *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ . નટુભા ભાભલુભા* ને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે *વેરાવળ કોસ્ટ ગાર્ડની ઓફીસ પાસે, રંગબારા ખાતેથી આરોપી વિનોદભાઇ ઉર્ફે ચાપીયો મુળજીભાઇ ભેંસલા રહે- વેરાવળ, ખારવાવાડ, વાણંદશેરી વાળાને નંબર પ્લેટ વગરની હીરો સુપર સ્પેલન્ડેર મોટર સાયકલ* ચલાવી નીકળતા મજકુરને સદરહુ મો.સા. બાબતે પુછપરછ કરતા અને મોટર સાયકલ જોતાં *આગળ-પાછળ બન્ને નંબર પ્લેટ લગાડેલ ન હોય* જેથી મજકુર પાસે તેના હવાલાના મોટર સાયકલના આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા *પોતાની પાસે આ મોટર સાયકલના કોઇ આર.ટી.ઓ.ને લગત કાગળો કે આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ હોય અને ફરતા ફરતા જવાબો આપેલ હોય અને મો.સા. બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી મજકુર ઇસમએ ઉપરોકત મો.સા. ચોરી છુપીથી કે છેતરપીંડીથી મેળવેલ હોવાનુ જણાતુ હોય જેથી મજકુર ઇશમ પાસેથી મળી આવેલ મો.સા.ની કિ.રૂા.૧૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કછત તરીકે કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.