પુરાલ ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨દ્વારા બકરીનું ટ્યુમર ઓપરેશન કરીનિ:શુલ્ક સારવાર કરાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pdedn2iemrkzzlz8/" left="-10"]

પુરાલ ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨દ્વારા બકરીનું ટ્યુમર ઓપરેશન કરીનિ:શુલ્ક સારવાર કરાઇ


*પુરાલ ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા બકરીનું ટ્યુમર ઓપરેશન કરી નિ:શુલ્ક સારવાર કરાઇ*
****************
*૨ કલાકની જહેમત બાદ ૩૦૦ ગ્રામની જટીલ ગાંઠ દુર કરી બકરીને પીડામુક્ત કરાઇ*
***********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુરાલ ગામે ૧૯૬૨ દ્રારા કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં દ્વારા બકરીના કાન ઉપરની ગાંઠનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારના જણાવ્યા મુજબ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાના અન્ય વિઝીટ દરમિયાન તેમણે પુરાલ ગામના બાલુબેન દેવીપુજકનો કોલ આવ્યો હતો.તેમણે જણાવ્યુ કે અમારા ઘરે એક બકરી છેલ્લા પાંચ મહિનાથી ગાંઠની બિમારીથી પીડાય છે.
આ જાણકારી મળતા તુરંત પશુ હેલ્પલાઇન ૧૯૬૨ સ્થળ ઉપર પહોંચીને બકરીની તપાસ કરી હતી. તપાસણી દરમિયાન ગાંઠનું ઓપરેશન કરવાનું નક્કી તથા તાત્કાલિક ડ્યુટી પર હાજર પશુ ચિકિત્સક ડૉ.પ્રેરણા પટેલ, ડૉ.કૃણાલ પરમાર,પાયલોટ કમ ડ્રેસર જીતેન્દ્ર , રાકેશભાઈ અને હર્ષદ ભાઈ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતુ. આશરે ૨ કલાકની મહેનત બાદ ૩૦૦ ગ્રામની જટિલ ગાંઠનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ૧૯૬૨ સેવા દ્વારા પશુ પાલકોના પશુઓને નાની-મોટી સર્જીઓ મફતમાં કરવામાં આવે છે. જેથી ખેડૂતો અને પશુ પાલકો માટે પશુ હેલ્પ લાઇન ૧૯૬૨ સેવા આર્શીવાદ સમાન છે.
**************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]