લખતર નગરમાં પોલીસ સ્ટાફ સીઆરપીએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજયુ - At This Time

લખતર નગરમાં પોલીસ સ્ટાફ સીઆરપીએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજયુ


લખતર નગરમાં પોલીસ સ્ટાફ સીઆરપીએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજયુઆગામી લોકસભાની ચૂંટનીને લઈને લખતર તાલુકાના અલગ અલગ ગામમાં લખતર પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છેભારતના ચૂંટણીપંચ દ્વારા ભારત દેશમાં ત્રણ તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 નું આયોજન કરવામાં આવ્યું છે સાથે સમગ્ર ભારતના દરેક રાજ્યના દરેક જિલ્લા દરેક તાલુકાના દરેક ગામડામાં શાંતિપૂર્ણ મતદાન થાય તેજોવા ખાસ તાકીદ કરવામાં આવી છે તેના ભાગરૂપે જે જગ્યાએ જે તારીખે મતદાન થવાનું હોય તે જિલ્લા તાલુકામાં લશ્કરી દળ અર્ધ લશ્કરી દળને અગાઉથી તૈનાત કરી દેવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ સ્થાનિક પોલીસ સબ ઇન્સપેક્ટર સહિતના અધિકારીઓ પોતાના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફ અને અર્ધ લશ્કરીદળ તાલુકા મથક સહિત દરેક ગામડાઓમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે જેથી કરી લશ્કરીદળ ગામડાઓથી માહિતગાર થાય સાથે ગામમાં રહી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભયનો માહોલ બની રહે અને ચૂંટણી પક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.