ગુજરાતમાં તંત્ર દ્વારા સરકારી કર્મચારી અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં ચુંટણી સમયે આંદોલનો બન્યા ઉકળતા ચરુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pbtgbuxso4jcipuv/" left="-10"]

ગુજરાતમાં તંત્ર દ્વારા સરકારી કર્મચારી અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં ચુંટણી સમયે આંદોલનો બન્યા ઉકળતા ચરુ.


વિધાનસભા ચુંટણી ની તારીખો જાહેર થયાં પહેલાં જ ગુજરાત સરકારને કેટલાક સરકારી, અર્ધસરકારી વિભાગો ના કર્મચારીઓ ના પડતર પ્રશ્નો અને માંગણી ઓ સાથે અન્ય જાહેર જનતા ના પ્રજા હિત ના પ્રશ્નો એ આંદોલન નું સ્વરૂપ લીધું છે હાલમાં ચાલતાં આ આંદોલનો એ હાલની સરકાર, સરકારી તંત્રના ઉચ્ચ અધિકારી ઓ અને સાથે સાથે પોલીસ વિભાગ ની મુશ્કેલીઓ માં વધારો ચોક્કસ કર્યો છે,

હાલ માં ગુજરાત માં ચાલતા આંદોલનો ની યાદી / માહિતી નીચે મુજબ છે

ગુજરાતમાં ચાલતા આંદોલનો...

1. શિક્ષકોનું OPS આંદોલન

2. પોલીસકર્મીઓનું ગ્રેડ પે
આંદોલન

3. વનરક્ષકોનું આંદોલન

4. કિસાન આંદોલન

5. વિદ્યાસાહયક ભરતી આંદોલન

6. ટેટ પરીક્ષા માટેનું આંદોલન

7. તલાટી ભરતી આંદોલન

8. આંગણવાડી કાર્યકર આંદોલન

9. VCE આંદોલન

10.હોમગાર્ડના પગાર વધારા માટે આંદોલન

10. GISF પગાર વધારાનું આંદોલન

11. આઉટ્સોર્સીંગ કર્મચારીઓનું આંદોલન

12. આશા બહેનોનું આંદોલન

13. તલાટી કર્મીઓનું આંદોલન

14. શિક્ષણ મહાસંગનું આંદોલન

15. બેરોજગાર ઉમેદવારોનું આંદોલન

16. મોંઘવારી વિરોધ આંદોલન

17. માલધારી આંદોલન

18. PASS નું આંદોલન

19. અનામતનું આંદોલન

20. અનામત બચાવો આંદોલન

21. પેપર કૌભાંડ માટે આંદોલન

22. કંડક્ટર મિત્રોનું આંદોલન

23. ખરાબ રસ્તા માટે આંદોલન

24. ગૌચર માટે આંદોલન

25. આદિવાસીઓના હક માટે આંદોલન.

26. જાતિ પ્રમાણપત્રો માટે આંદોલન

વિકાસ ના પથ ઉપર ચાલતાં આ ગુજરાત માં આ બાધા રુપે આંદોલનો ચુંટણી સમયે જ શા માટે...? આ એક અગત્ય નો સવાલ ચોક્કસ છે,

સરેરાશ ૨૫ થી વધારે જેટલાં આંદોલનનો એક સાથે થતાં ડબલ એન્જિન ના વિકાસ સાથે ગતીશીલ દેશ એને ગુજરાત ને શું કોઈ વિદેશી તાકાત અન્ય દેશ નાં રાજનૈતિક પક્ષ કે કોઈ ચોક્કસ સમુદાય કે દેશ હિત વૃદ્ધના અસામાજિક તત્ત્વો દ્વારા દેશમાં વિકાસ કરતી ડબલ એન્જિન સરકાર ઉઠલવાનું કોઈ કવાત્રા ના ભાગ રૂપે પ્રજા અને સરકારી માંગણીઓ ને લઈ આંદોલન ઉભા કરવામાં આવી રહ્યાં છે...?

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]