સરકારે સસ્તો ગેસ ફાળવતા CNG અને PNGના ભાવમાં આંશિક રાહત - At This Time

સરકારે સસ્તો ગેસ ફાળવતા CNG અને PNGના ભાવમાં આંશિક રાહત


- મોંઘવારી માટે સરકાર બદનામ થાય અને ગેસ કંપનીઓ નફાખોરી કરે- એક વર્ષમાં 55 ટકાના ભાવ વધારા પછી ગ્રાહકોને કંપનીઓએ ચાર ટકા ઘટાડાની રાહત આપીઅમદાવાદ તા. 19 ઓગષ્ટ, 2022 ગુરૂવાર ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે એટલે ગણતરીના કલાકોમાં તેના રિટેલ ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. એવી જ રીતે નેચરલ ગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે એટલે તરત ગ્રાહકો ઉપર બોજો તબદીલ કરી કંપનીઓ પોતાનો નફો કે નફાનું માર્જિન જાળવી રાખે છે. પરંતુ, ભાવમાં ઘટાડો થાય ત્યારે તેનો સીધો કે તાત્કાલિક લાભ ગ્રાહકોને મળતો નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારે સસ્તો ગેસ વાહનોનાના સીએનજી અને ઘર વપરાશના પીએનજીમાં કંપનીઓને ફાળવ્યો પછી એક અઠવાડિયે કંપનીઓએ ભાવ ઘટાડ્યા ન હતા અને નફાખોરી કરી હતી. મોંઘવારી માટે સરકાર બદનામ થાય જયારે નફાખોરી કંપનીઓ કરે એવો ઘાટ ઘડાયો છે. ભારતમાં સરકારી ગેસના ભાવ દર છ મહીને, આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ફેરફારના આધારે વધે કે ઘટે છે. આ માટે કેન્દ્ર સરકારે 2014માં એક ચોક્કસ નીતિ અને ફોર્મ્યુલા જાહેર કરેલી છે. જોકે, સ્થાનિક બજારમાં ભાવમાં વધઘટ કંપનીઓ પોતાની પડતર અનુસાર ગમે ત્યારે વધારે કે ઘટાડી શકે છે. ઓગસ્ટ 2021માં અમદાવાદ ખાતે સીએનજીના ભાવ રૂ. 51.30 હતા જે સતત વધારા પછી ગુરુવાર સુધી રૂ. 87.38 પ્રતિ કિલો થઇ ગયા હતા. કેલેન્ડર વર્ષ 2022માં જ કંપનીએ ભાવમાં પાંચ વખત વધારો જાહેર કર્યો હતો! છેલ્લા 11 મહિનામાં સતત ફેરફારના કારણે બન્ને ગેસમાં સરેરાશ 52.55 ટકાનો ભાવ વધારો ગ્રાહકો ઉપર ઝીંકવામાં આવ્યા બાદ હવે સરકારી ગેસની ફાળવણી વધતા ચાર ટકા ઘટાડાની જાહેરાત કરવાની આ કંપનીઓને ફરજ પડી છે. મુંબઈમાં ભાવ ઘટાડાની તત્કાલ જાહેરાતના ત્રણ દિવસ પછી ગુજરાતના ગ્રાહકોને આંશિક સસ્તા ગેસનો ભાવ મળવો શરૂ થશે. દેશમાં વાહનોમાં વપરાતા સીએનજી અને ઘરેલું વપરાશના પીએનજીના સતત વધી રહેલા ભાવના કારણે ગ્રાહકો ઉપરનો બોજો ધ્યાને લઇ તા.12 ઓગસ્ટે કેન્દ્ર સરકારે સ્થાનિક ઉત્પાદનમાં મોટો હિસ્સો ગેસ વિતરકોને ફાળવવા જાહેરાત કરી. સ્થાનિક કુલ વપરાશમાં સરકારી ગેસનો હિસ્સો અગાઉ 75 થી 84 ટકા હતો જે હવે વધી 89થી 93 ટકા થવાની શક્યતા ઉદ્યોગવર્તુળ વ્યક્ત કરી રહ્યા છે. આ તા.12 ઓગસ્ટની સામે અમદાવાદ અને ગુજરાતમાં કંપનીઓએ ભાવમાં ઘટાડો છ દિવસ પછી જાહેર કર્યો છે જયારે ત્રણ જ દિવસમાં મુંબઈમાં મહાનગર ગેસે ભાવમાં ઘટાડો કર્યો છે. બીજું, મહાનગર ગેસ દ્વારા ભાવમાં પ્રતિ કિલો રૂ. 6 ના ઘટાડા સામે અમદાવાદમાં ભાવ રૂ. 4.70 ઘટ્યા છે એટલે એવી શક્યતા છે કે છે સસ્તો સ્થાનિક ગેસ સરકારે આપ્યા પછી પણ તેનો પૂરો લાભ અમદાવાદ કે ગુજરાતની પ્રજાને મળી રહ્યો નથી. CNG ગેસના ભાવ ક્યારે ક્યારે વધ્યા હતા?તારીખ                            પ્રતિ
કિલો ભાવ૨૬.૮.૨૦૨૧                  ૫૬.૩૦૨.૧૦.૨૦૨૧                  ૫૮.૮૬૮.૧૦.૨૦૨૧                  ૬૨.૯૯૧૦.૩.૨૦૨૨                  ૭૩.૦૯૭.૪.૨૦૨૨                     ૮૧.૫૯૧૬.૪.૨૦૨૨                  ૮૨.૫૯૨.૮.૨૦૨૨                     ૮૫.૮૯

૪.૮.૨૦૨૨                     ૮૭.૩૮અદાણી, ટોરેન્ટે ભાવમાં ઘટાડો જાહેર કર્યો કેન્દ્ર સરકારે સસ્તા ગેસની ફાળવણીમાં વધારો કર્યાના પાંચ – છ દિવસ પછી ગુજરાતમાં ગેસ વિતરણ કરતી કંપનીઓ અદાણી ટોટલ અને ટોરેન્ટે ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. અદાણીએ પોતાના બજારમાં વાહનોના સીએનજીમાં પ્રતિ કિલોએ રૂ.૪.૭ અને ઘરેલું ગેસમાં પ્રતિ ક્યુબીક મીટર રૂ.૩.૨૦ના ઘટાડાની જાહેરાત કરી છે. બીજી તરફ, ટોરેન્ટ ગેસ દ્વારા બન્ને પ્રકારના ગેસમાં રૂપિયા પાંચના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.