લીલીયા મોટા થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા થઈ રવાના - At This Time

લીલીયા મોટા થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા થઈ રવાના


અમરેલી જિલ્લા માંથી સ્પેશ્યલ અયોધ્યા માટે ઉપડી ટ્રેઈન અમરેલી જિલ્લા વાસીઓ માટે અયોધ્યા જવા આસ્થા ટ્રેઈન રવાના થઈ જેમાં
રાજુલા થી 240, સાવરકુંડલાથી 186, મોટા લીલીયા 588, દામનગર 330 રામભકતો અયોધ્યા જવા રવાના થયેલ
અમરેલી જિલ્લાના કુલ 1344 રામ ભક્તો અયોધ્યામાં ભગવાન રામલલ્લાના દર્શને પહોંચશે ત્યારે આસ્થા ટ્રેનના ઇન્ચાર્જ કેતન ઢાકેચા દ્વારા મુસાફરોની સાર સંભાળ રાખવા માટે નિમણુક કરવામાં આવેલ હોય ત્યારે રામ ભક્તો ની સગવડતા નું પણ ખાસ ધ્યાન રાખવા માં આવેલ છે તેવીજ રીતે વિસ્તાર ના લોક પ્રિય
સાંસદ નારણભાઈ કાછડીયા અને વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા રામભક્તોને રવાના કરવા લીલીયા સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેલ લીલીયા સ્ટેશન ખાતે યાત્રાળુઓ ને કઈ પણ અગવડતા ન પડે એમનો ખ્યાલ પણ સ્થાનિક સંગઠન દ્વારા રાખવા માં આવેલ અને તમામ યાત્રાળુ માટે પાસ ની વ્યવસ્થા લીલીયા સ્ટેશન ખાતે કરવા માં આવેલ જે સુંદર કામગીરી ની નોંધ જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ભાઈ ધોરાજીયા દ્વારા લેવાઈ અને લીલીયા સંગઠન નો આભાર વ્યક્ત કરેલ આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રામભાઈ સાનેપરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરીયા, તેમજ લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, વિપુલભાઈ દુધાત, જીગ્નેશ સાવજ, કાનજીભાઈ નાકરાણી જિલ્લા પંચાયત સદસ્યો હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલ અને જયશ્રી રામ ના નાદ સાથે આસ્થા ટ્રેઈન ને લીલીયા સ્ટેશન થી રવાના કરવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.