ગાંધીનગર ના કુડાસણ ખાતે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી નગર સોસાયટી માં તાજેતર માં બહેનો માટે સાર્થક ફાઉન્ડેશન તથા સામાજિક કાર્યકર્તા - At This Time

ગાંધીનગર ના કુડાસણ ખાતે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી નગર સોસાયટી માં તાજેતર માં બહેનો માટે સાર્થક ફાઉન્ડેશન તથા સામાજિક કાર્યકર્તા


આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ ઉજવણી નિમિતે ગાંધીનગર ના કુડાસણ ખાતે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી નગર સોસાયટી માં તાજેતર માં બહેનો માટે સાર્થક ફાઉન્ડેશન તથા સામાજિક કાર્યકર્તા શ્રીમતી ભારતીબેન પોપટ ના સંયુક્ત ઉપક્રમે એક સુંદર પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને શ્રીમતી ક્રિષ્નાબા રાજપૂત કે જેમણે સંસ્થા ની પ્રવુતિઓ વિશે સૌને માહિતગાર કરી ને મહિલા દિન ની શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમ ની શરૂઆત કોર્પોરેટર શ્રી શૈલાબેન ત્રિવેદી તથા ઋષિકા બેન ચક્રવતી દ્વારા દીપ પ્રગટાવી ને કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભારતીબેન પોપટ દ્વારા તેમજ દર્શન રાજપૂત દ્વારા આગવી અને કુશળ શૈલી માં એંકરિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા ૫ વરસ થી લઇ દરેક ઉંમર ની બહેનો એ ભાગ લીધો હતો સંગીત ખુરશી ,લીંબુ ચમચી ,ડાન્સ તેમજ સીંગીગ હરીફાઈ માં વિજેતા બહેનો ને ઈનામ આપી સન્માનવામાં આવ્યા હતા આ સાથે ભાગ લેનાર દરેક માટે લહાણી ,નાસ્તો તેમજ કોલ્ડ્રિંક ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર ઇનામો ના દાતા શ્રીમતી ઋષીકા બેન તેમજ મહેમાન શ્રી શૈલાબેન ત્રિવેદી એ મહિલાઓ ની પ્રગતિ તેમજ મહિલાઓ ના ઉત્થાન વિશે ખુબ સુંદર માહિતી આપી હતી અંત મા બહેનો એ ગુજરાત ની ઓળખ એવા ગરબા ની મોજ માણી હતી અને આ સાથે દર્શન રાજપૂત દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંધ્યા બા ,ધરિત્રી બેન ,ઉષાબેન ,દિપીકાબેન ,રમીલાબેન , મીનાક્ષી બેન વગેરે બહેનો એ ખુબ સુંદર સહયોગ આપ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.