બોટાદ-ભાવનગર લોકસભાના ઉમેદવાર બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત - At This Time

બોટાદ-ભાવનગર લોકસભાના ઉમેદવાર બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત


બોટાદ-ભાવનગર લોકસભાના ઉમેદવાર બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત

-- ઉમેદવાર જાહેર થયા ને સૌપ્રથમ બોટાદ મુલાકાતે આવતા નિમુબેન સમય કરતા બે કલાક મોડા પહોંચતા ઉપસ્થિત લોકો માં કચવાટ

બોટાદ-ભાવનગર ના લોકસભા 15 ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા બોટાદ જિલ્લા ભાજપ કાર્યલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી નીમુબેનનું ભાજપના કાર્યકરો મીઠાઈ ખવડાવી અને ઢોલ નગારા,ફૂલહાર થી ભવ્ય તી ભવ્ય સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ નિમુબેન બાંભણીયા એ ભાજપ કાર્યકરોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે પાંચ લાખ કરતા વધુ મતથી જીતીશ તેવી હાકલ કરી હતી આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,પુર્વ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા,પુર્વ જિલ્લા પંચાયતા પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,જયરાજભાઈ પટગીર,પોપટભાઈ,રસિકભાઈ ભુંગાણી,હિંમતભાઈ મકવાણા,જીગ્નેશભાઈ બોળીયા સહીતના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યાં હતા અને નિમુબેન બાંભણીયા શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમના અંતમાં લોકસભા ઉમેદવાર નિમુબેન બાંભણીયા એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.અને જીતનો દાવો કર્યો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.