અમદાવાદ : સિવિલમાં કન્જકટીવાઈટિસ વાયરસનાં દરરોજ દોઢસો દર્દી - At This Time

અમદાવાદ : સિવિલમાં કન્જકટીવાઈટિસ વાયરસનાં દરરોજ દોઢસો દર્દી


હાલમાં છેલ્લા પંદરેક દિવસથી રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે, જેમાં આંખો લાલ થવા સાથે આંખમાં સમસ્યા રહેતી હોય છે. હાલમાં આ પ્રકારના દર્દીઓમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે.

હાલમાં અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૫૦થી ૧૬૦ દર્દીઓ કન્જકટીવાઈટિસની અસર ધરાવતા સામે આવી રહ્યા છે. આ દરમિયાન એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, જે દર્દીઓને કોરાનાની અસર થઈ હોય એમને હાલમાં આ વાયરસ ઝડપથી અસર કરી રહ્યો છે. એટલે કે, તેમને આ વાયરસ ઝડપથી ઇન્ફેક્શન કરતો હોય છે. આવુ અનેક તબિબોનુ માનવુ છે, પરંતુ આ માટે હજુ કોઈ રીતે પુરવાર થયુ નથી. કેટલાક તબિબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કોરાનાની અસર દરમિયાન જેમણે સ્ટીરોઇડ લીધા હોય એમને કન્જકટીવાઈટિસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોય છે. તો વળી આંખ આવવાના દર્દમાં પણ કેટલાક દર્દીઓ દ્વારા સ્ટીરોઇડ ધરાવતી દવાનો ઉપયોગ કરવામાં આવતી હોય છે.

કન્જકટીવાઈટિસની સારવારમાં આ પ્રકારની દવાઓ આંખને માટે જાેખમી સાબિત થઈ શકે છે. સ્ટીરોઇડનો ઉપયોગ આંખમાં નાખવાની દવાના ટીંપામાં વધારે હોય તો, આંખોને નુક્શાન પહોંચી શકે છે. તબિબોનુ માનવુ છે કે, વધારે પડતી માત્રામાં ઉપયોગથી આંખ પણ ગુમાવવી પડી શકે છે. આ માટે તબિબોની સલાહ લીધા બાદ જ આંખમાં કોઈ પણ પ્રકારના દવાના ટીંપા નાંખવા જાેઈએ. એક્સપર્ટસ મુજબ તબીબોની સલાહ સિવાય ટીંપાનો ઉપયોગ કરવો જાેખમી સાબિત થઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.