સદરની હોટલમાં બઘડાટી બોલી: પતિ યુવતી સાથે રંગરેલીયા કરવા ગયાની શંકાએ જાહેરમાં ઝપાઝપી - At This Time

સદરની હોટલમાં બઘડાટી બોલી: પતિ યુવતી સાથે રંગરેલીયા કરવા ગયાની શંકાએ જાહેરમાં ઝપાઝપી


સદર બજારની એક હોટલમાં બઘડાટી બોલી ગઈ હતી. જેમાં પોતાનો પતિ યુવતી સાથે રંગરેલીયા કરવા ગયાની શંકાએ જાહેરમાં ઝપાઝપી થઈ ગઈ હતી. રવિ પેલેસ હોટલ ખાતે ઘટના બની હતી. પ્ર. નગર પોલીસની ટીમ દોડી ગઈ હતી. જોકે કોથળામાંથી બિલાડુ નીકળ્યું હોય તેમ માર મારતી મહિલાને મારામારી બાદ ખ્યાલ આવ્યો કે, યુવતી જેની સાથે આવી તે તેનો પતિ નથી બીજો કોઈ યુવક છે.
પોલીસ સુત્રોમાંથી આ અંગે મળતી વિગત મુજબ, શહેરમાં રહેતી એક મહિલાને શંકા હતી કે, એક યુવતી તેના પતિને પ્રેમ જાળમાં ફસાવે છે. તેની સાથે અનૈતિક સંબંધ રાખે છે. જેથી મહિલા તેમની અન્ય સંબંધી મહિલા સાથે આ યુવતીનો પીછો કરે છે. દરમિયાન યુવતી ફૂલછાબ ચોક તરફ સદર બજારના છેડે સ્ટાર પ્લાઝા બિલ્ડીંગ સામે આવેલી રવિ પેલેસ હોટલમાં મોઢે રૂમાલ બાંધેલ એક યુવક સાથે જાય છે. ત્યાં જ આ મહિલાઓ તેની પાછળ હોટલે પહોંચે છે અને યુવતીને પકડી બહાર કાઢે છે. ઝપાઝપીના દ્રશ્યો સર્જાતાં કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી. જોત જોતામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યાં જ પ્ર. નગર પોલીસની પીસીઆર વાન પહોંચી ગઈ હતી. મહિલાઓને યુવતી સાથે ઝઘડો કરતા અટકાવી હતી. પોલીસે ટોળું વિખેર્યું હતું. હોટલમાં અંદર લઈ જઈ ઝઘડો કરતી મહિલાઓ અને યુવતીને શાંત કરી હતી. ત્યાં કોથળામાંથી બિલાડુ નીકળે એમ યુવતી જે યુવક સાથે હોટલમાં જતી જોવા મળી હતી. તે યુવક મહિલાનો પતિ નહીં પણ અન્ય કોઈ યુવક હોવાનું જણાયું હતું. જે પછી બંન્ને પક્ષને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.