ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો માટે ખાસ ઝૂંબેશ શરૃ. - At This Time

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો માટે ખાસ ઝૂંબેશ શરૃ.


વડોદરામાં આવતીકાલથી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ પોઇન્ટ પર રોંગ સાઇડ વાહન ચલાવતા, સિગ્નલ ભંગ કરતા તથા ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા વાહન ચાલકો સામે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવશે. રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો અન્ય લોકો માટે પણ જોખમી સાબિત થયા છે. તેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વાહન ચાલકો માટે અલગ - અલગ ૨૭ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ પોઇન્ટ પર રેન્ડમલી ચેકિંગ હાથ ધરવામાં આવશે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.