મોબાઇલ / વાહન ચોરીની ફરિયાદ સારૂ ગુજરાત સરકારની ઇ- FIR સેવાનો લાભ સાબરકાંઠાની આમ જનતાને પુરી પાડવા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oteuth2wurenbmbg/" left="-10"]

મોબાઇલ / વાહન ચોરીની ફરિયાદ સારૂ ગુજરાત સરકારની ઇ- FIR સેવાનો લાભ સાબરકાંઠાની આમ જનતાને પુરી પાડવા


મોબાઇલ / વાહન ચોરીની ફરિયાદ સારૂ ગુજરાત સરકારની ઇ- FIR સેવાનો લાભ સાબરકાંઠાની આમ જનતાને પુરી પાડવા સાબરકાંઠા જીલ્લા પોલીસ તરફથી ઇડર અને ગાંભોઇ ખાતે કરેલ તાલીમનુ આયોજન માનનીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે મોબાઇલ / વાહન ચોરીની ફરિયાદ સારૂ ગુજરાત રાજ્યમાં ઇ- FIR સેવાનો આરંભ કરવામાં આવેલ છે . ગુજરાત સરકારની ઇ- FIR સેવાથી ગુજરાતની પ્રજાને પોલીસ સ્ટેશનના ગયા વગર ગમે તે જગ્યાએથી પોતાની રજુઆત ઘર બેઠા થઇ શકે અને પોતાની ફરીયાદ નોંધાવી શકે તે સારૂ સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા દ્રારા જીલ્લાના તમામ ઇન્વેસ્ટીગેશન ઓફીસર જેમાં પો.ઇન્સ . / પો.સ.ઇ. / એ.એસ.આઇ. / હેડ કોન્સ્ટેબલ / કોન્સ્ટેબલનાઓને ઇ- FIR કાર્ય પ્રણાલી અંગે તાલીમ પુરી પાડવામાં આવેલ અને તેના લાભ આમ જનતાને મળી રહે તે સારૂ E એફ.આઇ.આર સબંધે માહિતગાર કરવા સારૂ સાબરકાંઠા જીલ્લામાં ઇડર તથા ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્કુલોમાં E એફ.આઇ.આર સબંધે માહિતગાર કરવા તાલીમનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં શ્રી ડી.એમ.ચૌહાણ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઇડર વિભાગ ઇડર નાઓની ઉપસ્થિતિમાં ઇડર શહેરની સરપ્રતાપ હાઇસ્કુલ ઇડર ખાતે આજરોજ કલાક . ૧૨/૦૦ થી કલાક .૧૩ / ૦૦ સુધી તથા ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંભોઇ સેકન્ડરી સ્કુલ ખાતે ગાંભોઇ પો.સ.ઇ.શ્રી સી.એફ.ઠાકોર નાઓ દ્રારા આજરોજ કલાક . ૧૬/૦૦ થી કલાક . ૧૬/૪૫ દરમ્યાન E- એફ.આઇ.આર સબંધે માહિતગાર કરવા સેમનીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં પોલીસ સ્ટાફના માણસો દ્રારા E- એફ.આઇ.આર સબંધે સ્કુલના વિધ્યાર્થીઓ તથા સ્ટાફને માહિતગાર કરવામાં આવેલ જેમાં E- એફ.આઇ.આર એપ્લિકેશનના ફાયદાઓ તથા E -એફ.આઇ.આર એપ્લિકેશન ની કાર્યપ્રણાલીની વિગતવારની માહિતી આપવામાં આવેલ હતી . આ કાર્યક્રમમાં શિક્ષકગણ તેમજ વિધ્યાર્થીઓ મળી કુલ ૧૨૦૦ ને E એફ.આઇ.આર સબંધે માહિતગાર કરી તાલીમ આપવામાં આવેલ છે .

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]