મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સંતરામપુર નગર ખાતે મહિલા મંડળ તથા નગરજનો દ્વારા આયોજિત ભવ્ય રેલી માં ઉપસ્થિત રહ્યા. - At This Time

મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સંતરામપુર નગર ખાતે મહિલા મંડળ તથા નગરજનો દ્વારા આયોજિત ભવ્ય રેલી માં ઉપસ્થિત રહ્યા.


મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુર નગર ખાતે મહિલા મંડળ તથા નગરજનો દ્વારા આયોજિત ભવ્ય રેલી માં સહભાગી થઈ બજાર ચોકડી ખાતે પ્રભુ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાઈવ કાર્યક્રમ સૌ નગરજનો,ભક્તજનો અને કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો.
આ પ્રસંગે કારસેવા માં ગયેલ તમામ કારસેવકોને સન્માનિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામ નિજમંદિર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે તેમના આગમન ને નગરજનો દ્વારા ફટાકડા ફોડી ભવ્યાતિભવ્ય આતશબાજી અને પ્રભુ શ્રી રામની ભવ્ય આરતી ઉતારી સૌ નગરજનો સાથે મળીને વધામણાં કર્યા હતા.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.