ભાજપ માટે માથાનો દુખાવો બનેલી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oqxagqoj7xskhbdo/" left="-10"]

ભાજપ માટે માથાનો દુખાવો બનેલી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં.


ભાજપ માટે માથાનો દુખાવો બનેલી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, આ સિવાય સાબરકાંઠા અને વડોદરા બેઠક ઉપર પણ નવા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં
મહેસાણામાં ભાજપે હરિભાઈ પટેલને આપી ટિકિટ
સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ
વડોદરામાં રંજન ભટ્ટને બદલે ડૉ. હેમાંગ જોશીને ટિકિટ
અમરેલીમાં ભરત સુતરિયાને ભાજપે આપી ટિકિટ
સુરેન્દ્રનગરમાં ભાજપે ચંદુભાઈ શિહોરાને આપી ટિકિટ
જૂનાગઢ બેઠકમાં ભાજપે રાજેશ ચૂડાસમાને કર્યા રિપીટ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગઇકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળી હતી, જે લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, આ બેઠકમાં ગુજરાત સહિત દેશના અન્ય લોકસભા વિસ્તારો માટેના ઉમેદવારો પર મંથન થયુ હતુ. આ બેઠકમાં ગુજરાતની રાજનીતિ અને ઉમેદવારો અંગે પણ ગહન ચર્ચા થઇ હતી. ગુજરાતની બાકીની 6 બેઠકોના ઉમેદવારોના નામ અંગે આ બેઠકમાં ચર્ચા બાદ નક્કી થયા હોવાનું સામે આવ્યુ હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]