હિંમતનગરના કાટવાડ પાસે અચાનક સાબરમતી ગેસ લાઈનમાં આગ લાગી; ગેસ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/opkihylcltt5qdvk/" left="-10"]

હિંમતનગરના કાટવાડ પાસે અચાનક સાબરમતી ગેસ લાઈનમાં આગ લાગી; ગેસ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો


હિંમતનગરથી કાટવાડ જવાના હાથમતી બેઠા પુલ નજીક ગત સાંજે અચાનક ગેસ પાઇપ લાઈનમાં આગ લાગી હતી. જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગેસ લાઇન કંપનીને જાણ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી કાટવાડ જવાના રોડ પર હાથમતી નદીમાં બેઠો પુલ આવેલો છે. જે પુલની બાજુમાં કાટવાડ તરફ શુક્રવારની મોડી સાંજે અચાનક સાબરમતી ગેસ લાઈનમાં આગ લાગી હતી. જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું સાથે આસપાસનો કચરો પણ સળગ્યો હતો. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ સાબરમતી ગેસ કંપનીને જાણ કરી હતી. જેને લઈને સ્થળ પર આવીને સાબરમતી ગેસ કંપની દ્વારા વાલ બંધ કરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી અને રીપેરીંગ કરીને કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ કચરા સળગતા પાઇપ લાઈનમાં આગ લાગી હોવાનું મનાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]