ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નો રંગારંગ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ongr4qze18ifrqnn/" left="-10"]

ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નો રંગારંગ કાર્યક્રમ યોજાયો


ધી. ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી ધનસુરા પિપલ્સ કો. ઓ બેન્ક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નો 39 મો વાર્ષિકોત્સવ મા કૉલેજ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ વિદ્યાર્થીઓ ની પ્રવૃત્તિઓ. વય નિવૃત્તિ અને કૉલેજ ના વિદ્યાર્થીઓ એ તૈયાર કરેલ રંગોત્સવ કાર્યક્રમ મંડળ ના પ્રમુખ રાજેન્દ્રકુમાર મહેતા. ના અઘ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ઉદઘાટક પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર સાથે મુખ્ય મહેમાન પદે આર. વી. ગ્રુપ અમદાવાદ ના કૌશિકભાઈ શાહ . ગોપાલ નમકીન ના એચ.આર કલ્પેશ પારેખ સાથે મંડળ ના ઉપપ્રમુખ.મંત્રી અને કૉલેજ ના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા કાર્યક્રમ મા આવેલ મહેમાનો નું સૌ નું સ્વાગત સાથે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી કૉલેજ મા વયમર્યાદા કારણે નિવૃત્ત થનાર અઘ્યાપક વિ. કે. વણકર ને સન્માનપત્ર આપી સન્માન કરાયુ હતું. ત્યાર બાદ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર કૉલેજ અઘ્યાપકો નું સન્માન ઊપસ્થિત મહેમાનો દ્વારા કરાયું હતું કૉલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માન સાથે ટ્રોફી આપી બિરદાવ્યા હતા. ત્યાર બાદ રંગારંગ કાર્યક્રમ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયો હતો.સમગ્ર કાર્યક્રમ કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ. પ્રફુલ્લા બેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કૉલેજ ના અઘ્યાપકો ના સહકાર થી કરાયો હતો.આભાર વિધિ ડૉ.સી આર.પટેલ કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડો. નિલેશભાઈ જોષી. ડૉ.ભૂમિબેન વડથાની. ડો.મનહરભાઈ દેસાઈ કપ્રિન્સીપાલ ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. કાર્યક્રમ અંત મા ગોપાલ નમકીન દ્વારા ઊપસ્થિત સૌ ને નમકીન કીટ નું વિતરણ કર્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]