સાયલાના સામતપર ગામે રેલી યોજી ૭૫મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ojug2cofgwqt18ex/" left="-10"]

સાયલાના સામતપર ગામે રેલી યોજી ૭૫મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.


આજે તમામ રાજ્યોમાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમા સુરેન્દ્રનગરના જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામે પૂર જોશથી રેલી યોજી તેમજ ભારત માતાના નારા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જેના અનુસંધાને હુ દેશપ્રેમ વિશે વાત કરી એ તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. જે દેશની ધરતી પર આપણો જન્મ થયો છે અને તે ધરતી એ આપણું પાલન પોષણ કર્યું છે તે દેશની ધરતી પ્રત્યે હું ખૂબ જ હૃદય પૂર્વક લાગણી અનુભવું છું. અને સાથે સાથે આપણા દેશનું ઋણ અદા કરવા માટે આપણે આપણું જીવન અર્પણ કરી દઈએ તો પણ ઓછું છે.આ કાર્યક્રમમાં જુદા જુદા નાટકો પણ કરવામાં આવ્યા હતા. જેમાં સામતપર પ્રાથમિક શાળાના શિક્ષક આચાર્ય રામભાઈ ઠાકર દ્વારા વ્યસનમુક્તિ તેમજ દીકરી ભણાવો જેવા સૂચનો કર્યા હતા. તેમજ આ કાર્યક્રમને સહભાગી બનાવવા શાળાના શિક્ષક આચાર્ય રામભાઈ ઠાકર, વિદ્યાર્થીઓ, આજુબાજુ ગામના મહેમાનો, તેમજ પત્રકાર જેસીંગભાઇ સારોલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પુણ્ય થયા બાદ બાળકો ને ભોજન કરાવી છુટા પડ્યા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]