આણંદના જયરાજ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા વડોદરાના નામચીન રાજુ બેટરી સહિત 15 શખ્સો - At This Time

આણંદના જયરાજ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા વડોદરાના નામચીન રાજુ બેટરી સહિત 15 શખ્સો


વડોદરાના નામચીન એવા રાજુ બેટરી સહિત 15 ની આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જોકે આ તમામ આણંદ સ્થિત અડાસ ગામની દેણાપુર સીમમાં આવેલા જયરાજના ફાર્મ હાઉસ પર દારૂની મેહફીલ માણી રહ્યા હતા. આ દરમિયાન આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે સ્થળ પર પહોંચી રંગમાં ભંગ પાડી વડોદરા ના રાજુ બેટરી સહિત 10 અને આણંદના 5 મળી કુલ 15 શખ્સોની ધરપકડ કરી કુલ રૂપિયા 20 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.