ભુલકા મેળો-2022 મહિસાગરના લુણાવાડા ખાતે યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/odldaigzjxx2ghyq/" left="-10"]

ભુલકા મેળો-2022 મહિસાગરના લુણાવાડા ખાતે યોજાયો.


મહીસાગર જિલ્લામાં આજરોજ બાળકોને પા પા પગલીથી સફળતાના શીખરો સર કરે તેવા હેતુથી ભુલકા મેળો-2022 લુણાવાડા ખાતે યોજવામાં આવ્યો હતો. જયારે જિલ્લા પંચાયત પ્રમુખ રમિલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને તથા વડોદરા ઝોન વિભાગીય નાયબ નિયામક અને જિલ્લા આઈસીડીએસ ઓફિસરના સંયુક્ત ઉપક્રમે પા પા પગલી અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભુલકા મેળો-2022 લુણાવાડા ખાતે યોજાયો.જેમાં લુણાવાડા નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણી, મહિલા અને બાળ વિકાસ ચેરમેન તથા અન્ય જિલ્લા કક્ષાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં બાળકો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા.વિભાગીય નાયબ નિયામક વડોદરા દ્વારા ભુલકા મેળાનો હેતુ જણાવતા આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ આ કાર્યક્રમો યોજાશે જેનો લાભ ભુલકાઓને થશે, ખાસ કરીને બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે આ કાર્યક્રમ સંકલન સાધશે, પોતાના બાળકમાં રહેલ કલા કૌશલ્યને ઉજાગર કરવાનું અને બાળકોને શા માટે આંગણવાડીમાં મોકલવાની જરુરીયાત વાલી તરીકે તેમને સમજાશે. બાળક જેમ ચાલતા શીખે તે પહેલા પા પા પગલી ભરે છે તેવી જ રીતે આ કાર્યક્રમો થકી તેમના વ્યક્તિગત વિકાસની પા પા પગલી ભરાશે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]