બોટાદની હાઈસ્કુલમા નવરાત્રી જોવાગયેલા 2 ભાઈ પર 4 શખસનો હુમલો - At This Time

બોટાદની હાઈસ્કુલમા નવરાત્રી જોવાગયેલા 2 ભાઈ પર 4 શખસનો હુમલો


*બોટાદની હાઈસ્કુલમા નવરાત્રી જોવાગયેલા 2 ભાઈ પર 4 શખસનો હુમલો*
બોટાદની હાઈસ્કુલમા નવરાત્રી જોવા ગયેલ યુવકની ચાર શખસે હેર સ્ટાઈલની મસ્તી કરતા યુવકે મસ્તી કેમ કરો છો કહેતા અજાણ્યા ચાર શખ્સોએ યુવકને ગાળ આપી માર મારતા યુવકનો ભાઈ મારથી બચાવવા વચ્ચે પડતા ચાર અજાણ્યા શખસોએ બન્ને ભાઈને ઢીકા પાટુનો માર મારતા યુવકે અજાણ્યા ચાર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. બોટાદના સાંળગપુર રોડ વણકરવાસમાં રહેતા મનીષભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ ઉ.વ.19 તા.27/9/22 ના રોજ રાત્રીના 10:30 વાગ્યે તેઓ અને તેમના મિત્ર જયદીપભાઈ સોંલકી બોટાદની સરકારી હાઈસ્કુલની અંદર નવરાત્રી જોવા ઉભા હતા ત્યારે મનીષભાઈની હેર સ્ટાઈલ જોઈને તેમની જ ઉંમરના ચાર સખ્શો બાજુમા ઉભા ઉભા મજાક કરતા હતા ત્યારે મનીષભાઈને એમ લાગ્યુ કે તેમની મજાક કરે છે આથી તેમણે બાજુમા ઉભેલા ચારેય સખ્શોને જઈને પુછ્યુ કે તમે લોકો મારી મજાક કરો છો ત્યારે એક શખસે જેણે જમણા હાથમાં સફેદ ધાતુનુ કડુ પહેરુ હતુ તેણે મનીષભાઈને કહ્યું કે હા તારી મજાક કરીએ છીએ અને અહીથી નીકળ તેમ કહેતા મનીષભાઈ ત્યાથી નીકળી થોડે દુર ઉભા રહ્યા તો પાછળ થી તે ચારેય ઈસમોમાથી એકે મનીષભાઈ ને ગાળો આપી તેથી મનીષભાઈ એ ગાળૉ કોણ બોલે છે તેમ કહેતા હાથમા કડુ પહેરેલ સખ્શ મનીષભાઈને ઢીકા મુકીનો માર મારી હાથનુ કડુ મનીષભાઈને ડાબા ગાલના ઝડબા ઉપર મારી અને પથ્થર વડે હુમલો કરતા આ ઘટનાને જોઈ મનીષભાઈના નાના ભાઈ નિલેશભાઈ જોઈ તેમના ભાઈ મનીષભાઈને બચાવવા જતા હાથમા કડુ રહેલ ઈસમે નિલેશભાઈને ઢીકા પાટુનો માર માર્યો હતો ત્યારબાદ ચારેય શખ્સોએ બન્ને ભાઈઓને માર માર્યો હતો.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.