દહેગામનાં ચેખલાપગી ગામમાં પશુતસ્કરોનો આતંક એક જ પરિવાર ની પાંચ ભેંસો તસ્કરો ચોરી ગયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ocdokdctml0dqksi/" left="-10"]

દહેગામનાં ચેખલાપગી ગામમાં પશુતસ્કરોનો આતંક એક જ પરિવાર ની પાંચ ભેંસો તસ્કરો ચોરી ગયા


દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ એક જ પરિવાર જે પશુપાલનનું વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તે જ પરિવારની સતત પાંચ ભેસો તસ્કરો દ્વારા ઉઠાઈ જતા પરિવાર નોંધારો બની જવા પામ્યો છે છતાં પોલીસ તંત્ર માત્ર નજારો જોવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં સતત ત્રણ મહિના થી ગામની 15 જેટલી ભેંસો અજાણ્યા શખ્સો દ્વારા રાત્રે 12 વાગ્યાં બાદ ગામમાં ત્રાટકી ભેંસોની ચોરી કરી રહ્યા છે સમગ્ર ચેખલાપગી ગામ પશુપાલન નો વ્યવસાય કરતું ગામ છે સતત રાત દિવસ પશુઓ માટે મહેનત કરતા હોય છે અને ભેંસોનું દૂધ ડેરી ભરાવી પોતાના પરિવારનું ગુજરાન કરતા હોય છે જયારે તેમની ભેંસો ચોરાય છે ત્યારે પશુપાલકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યું છે.વધુ માહિતી મુજબ દહેગામ નાં ચેખલાપગી ગામમાં સતત ત્રણ મહિનામાં 15 ભેંસોની પશુતસ્કરો દ્વારા ચોરી કરી નાસી છૂટ્યા છે છતાં પોલીસ તંત્ર કંઈ પણ ઈસમોને પકડી શકી નથી. તારીખ 25/01/2024 નાં રોજ ચેખલાપગી ગામમાં તારીખ નાં વાસણા ચૌધરી રોડ પર આવેલ રાઠોડ કનુસિંહ કાળુસિંહ મકાનનાં આગળ બાંધેલી ભેંસ (કુલ કિંમત 60,000)ની રાત્રે 2 વાગ્યાંની આસપાસ કોઈક અજાણ્યા ઈસમો ગાડી લઈને આવેલ અને ઘર આગળ બાંધેલી ભેંસ લઇ ગાડીમાં લઇ નાસી છૂટ્યા હતા જેથી ઘરનાં સભ્યો જાગી જતા ગાડીનો પીછો કરવા છતાં તસ્કરો નાસી છૂટ્યા હતા.આ અગાઉ પણ આ પરિવારની ચાર ભેંસો ચોરાઈ ગઈ હતી અને આજે પાંચમી ભેંસ ચોરાતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ ભેંસો ચોરી બનાવ અંગે ચેખલાપગી ગામના ગ્રામજનો દ્વારા દહેગામ પોલીસને પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી છે. હવે પોલીસ સુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]