બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્દ્રિય મહિલા બાળ વિકાસ અને આયુષ મંત્રી ના હસ્તે તબીબી સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો મહેંદ્ર મુંજપરાએ આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ આપી પ્રતિક્રિયા, આગમી બીજા રાઉન્ડમાં બાકી ઉમેદવારોની યાદી થશે જાહેર તો કેન્દ્રિય નેતૃત્વ ઉમેદવાર પસંદગી કરશે તો પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે ખંભે ખંભો મિલાવી જીતાવી દઈશું તેવું આપ્યું નિવેદન. - At This Time

બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્દ્રિય મહિલા બાળ વિકાસ અને આયુષ મંત્રી ના હસ્તે તબીબી સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો મહેંદ્ર મુંજપરાએ આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ આપી પ્રતિક્રિયા, આગમી બીજા રાઉન્ડમાં બાકી ઉમેદવારોની યાદી થશે જાહેર તો કેન્દ્રિય નેતૃત્વ ઉમેદવાર પસંદગી કરશે તો પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે ખંભે ખંભો મિલાવી જીતાવી દઈશું તેવું આપ્યું નિવેદન.


સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતાં એવા બોટાદ જિલ્લાના બરવાળા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ તારીખ 7 માર્ચ 2024 ના રોજ સ્થાનિક સુરેન્દ્રનગર લોકસભા ના સાંસદ અને કેન્દ્રિય બાળ અને મહિલા તેમજ આયુષ વિભાગના કેન્દ્રિય મંત્રી ડો મહેંદ્ર મુંજપરા ના વરદ હસ્તે દાંતના વિભાગના સાધનો પેશન્ટ માટેની વ્હીલ ચેરો પ્રેગ્નન્સી બેડ સહિતના અત્યાધુનિક સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં અલગ અલગ આરોગ્ય વિભાગના સ્ટોલ તૈયાર કરી કેમ્પ ઉભા કરાયા હતા. તો આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડો મહેંદ્ર મુંજપરા સાથે સ્થાનિક ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી કલેકટર ડો જીન્સી રોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ બરવાળા પ્રાંત અધિકારી ચૌધરી અને મામલતદાર સી આર પ્રજાપતિ તેમજ ટીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

તબીબી સાધનોના લોકાર્પણ કાર્યક્રમમાં આવેલ કેન્દ્રીય બાળ મહિલા અને આયુષ મંત્રી ડો મહેંદ્ર મુંજપરા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકાર્પણ પ્રસંગે કવરેજ કરવા બદલ ચેનલનો આભાર માનતા જણાવ્યું હતું કે આ નવા સાધનો આવવાથી ડોક્ટરો ને સારવાર અને નિદાન માટે બહુ જ ફાયદો થશે તેવું જણાવ્યું હતું, તો આગમી સમયમાં એમ્બ્યુલન્સ પણ પોતાની ગ્રાન્ટ માથી 20 લાખની સહાય સાથે ફાળવી હોવાનું જણાવ્યું હતું અને આગમી સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ ફાળવાઈ જશે તેમજ વિકાસશીલ ગ્રાન્ટમાંથી સોનોગ્રાફી મશીન પણ આપવાનું હોવાનું જણાવતા ભવિષ્યમાં બરવાળા હોસ્પિટલ સતત ધમધમતી રહે તે દિશામાં હું અને ધારાસભ્ય પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પસંદગી પ્રક્રિયા અંગે કેન્દ્રિય બાળ મહિલા આયુષ વિભાગના મંત્રી અને સુરેન્દ્રનગર બેઠકના સાંસદ ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગી ના બીજા તબક્કાની પસંદગી હાલ ચાલી રહી છે જેમાં આગામી લોકસભા ચૂંટણી માટેનું ઉમેદવારો માટેની દાવેદારી નોંધાયા બાદની સેન્સ પ્રક્રિયા લેવાઈ ચૂકી છે અને દિલ્હી તેમજ ગુજરાતનું શીર્ષ નેતૃત્વ હાલ કોના પર પસંદગીનો કળશ ઢોળવો તે નક્કી કરશે ત્યારે બીજા તબક્કાની યાદીમાં બાકીના ઉમેદવારો ના નામની જાહેરાત થશે તેવું જણાવતા કહ્યું હતું કે પાર્ટી જે પણ ઉમેદવાર પર પસંદગી ઢોળે તે ઉમેદવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અપેક્ષા મુજબ 5 લાખની લીડ થી જીત મળે તે બાબતમાં અમે સહયોગ કરીશું તેવું નિવેદન આપતા આડકતરી રીતે પોતાનું નામ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કપાઈ શકે છે તેવો ઈશારો કર્યો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.