રાજકોટના યુવકે મસ્તક મૂંડાવી કપાયેલા વાળમાંથી દર્શન રાવલનું પોટ્રેટ બનાવ્યું, સતત 3 દિવસની મહેનતે ચિત્ર તૈયાર થયું - At This Time

રાજકોટના યુવકે મસ્તક મૂંડાવી કપાયેલા વાળમાંથી દર્શન રાવલનું પોટ્રેટ બનાવ્યું, સતત 3 દિવસની મહેનતે ચિત્ર તૈયાર થયું


દરેક લોકોમાં કોઈને કોઈ કળા તો હોય છે. કોઈને સારૂ પેઈન્ટિંગ બનાવતા આવડે, તો કોઈ સારૂ ગાતા આવડતું હોય છે. દરેક લોકોમાં અલગ અલગ કળા હોય છે. ત્યારે રાજકોટમાં એક યુવકે પોતાના જ વાળ કાપીને તે જ વાળનું પ્રખ્યાત સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ બનાવ્યું છે.

જય દવેએ જણાવ્યું હતું કે તેને બોલિવૂડના ફેમસ સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ બનાવ્યું છે.આ આર્ટ મે મારા ખુદના વાળથી બનાવ્યું છે. મારા ખુદના વાળ કાપીને વોશ કરીને આ પેઈન્ટિંગ બનાવ્યું છે. રાજકોટમાં કોર્પોરેશન દ્વારા મને જાણ થઈ કે દર્શન રાવલનો શો થવાનો છે.એટલે મને થયું કે બધા પેઈન્ટિંગ કે અન્ય વસ્તુઓ તો ભેટમાં આપશે જ.એટલે મને વિચાર આવ્યો કે કેમ હું મારા જ વાળ કાપીને એક સરસ પેઈન્ટિંગ ન બનાવું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.