શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી - At This Time

શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી


સ્ટુડન્ટસ પોલીસ કેડેટની લાલપુર ખાતે ગઢવીસરના માગૅદશૅન હેઠળ ઉપસ્થિતી
આજરોજ ૭૪માં ગણતંત્ર દિવસની શ્રી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી.જેમાં ધ્વજવંદન ખેડુત અગ્રણી ધનજીભાઈ ગઢીયા (છેલણકા)ના હસ્તે કરવામાં આવ્યુ હતું. શાળાના વિધાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાયૅક્રમો રજુ કર્યા હતા.આ કાયૅક્રમમાં રતિભાઈ સાવલીયા,રતીભાઈ વસોયા,અરવિંદભાઈ ગોંડલીયા તેમજ સ્વાધ્યાય પરિવાર તરફથી ધનસુખભાઈ ભંડેરી ઉપસ્થિત રહયા હતા.તેમજ જુનાગઢ જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અન્વયે વિસાવદર પોલીસ અધિકૃત ,વિસાવદર પોલીસ સ્ટેશનના પી. આઇ. ગઢવીસર અને ટ્રેનર ડી.કે. ગઢવી તથા મહિલા પોલીસ ટ્રેનર નૈનાબેન બાબરીયા ના માગૅદશૅન હેઠળ અત્રે શાળામાં કાયૅરત સ્ટુડન્ટસ પોલીસ કેડેટસની ટીમે વિસાવદર તાલુકા કક્ષાના ગણતંત્ર મહોત્સવની ઉજવણી લાલપુર ખાતે યોજાયેલ તેમાં ધ્વજવંદનના કાર્યક્રમ માં હાજરી આપેલ.આ કાયૅક્રમની સફળતા માટે પ્રિન્સિપાલ પ્રફૂલ વાડદોરીયા તથા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાસરે અભિનંદન આપ્યા હતા

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon