અડપલાં કર્યા બાદ સગીરાને ચુંબન કરી લીધું:એસિડ એટેકની ધમકી આપી

અડપલાં કર્યા બાદ સગીરાને ચુંબન કરી લીધું:એસિડ એટેકની ધમકી આપી


રાજકોટમાં સગીરાના અપહરણ અને છેડતીના બનાવો ઘણા સમયથી વધી રહ્યા છે ત્યારે રાજકોટના જંકશન વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ પોપટપરાનો શખ્સ તેમના ઘરમાં ઘુસી ગયો હતો અને સગીરાને બળજબરીથી પકડી શરીરે અડપલા કર્યા બાદ ચુંબન કરી લીધું હતું અને જતા જતા પિતા અને ભાઈને મારી નાખવાની અને એસીડ એટેકની ધમકી આપી હતી.આ મામલે સગીરાના માતાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, જંકશન વિસ્તારમાં રહેતા મહિલાએ પોલીસ ફરિયાદમાં પોપટપરામાં આવેલી કૃષ્ણનગર શેરી નંબર.5માં રહેતા સેજાન ઉર્ફે સેજુ દિલાવરખાન પઠાણનું નામ આપતા કલમ 354 (ક), 442, 506(2) અને પોકસોની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.જી.વસાવા સહિતના સ્ટાફે ગુન્હો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
મહિલાની ફરિયાદમાં જણાવાયું હતું કે,તેઓ ઘરકામ કરે છે.તેઓ ઘરના બધા ગઈ તા.21/02ના રોજ બહાર ગયા હતા.તેમની 16 વર્ષની સગીર પુત્રી ઘરે એકલી હતી ત્યારે કૃષ્ણનગરમાં રહેતો સેજુ પઠાણ ત્યાં આવ્યો હતો અને ઘરે એકલી રહેલી પુત્રીને જોઈ તેમણે એકલતાનો લાભ લઇ સેજુ ઘરમાં ઘુસી ગયો હતો તેમજ પુત્રી કાંઈ સમજે એ પહેલાં જ તેણીનો હાથ પકડી દીવાલ પાસે ઉભી રાખી શરીરે અડપલાં કર્યા હતા અને બળજબરીથી હોઠ પર ચુંબન કર્યું હતું.ત્યારબાદ આ સેજુએ કહ્યું કે આ વાત જો કોઈને કહીશ તો તારા પિતા અને ભાઈને જાનથી મારી નાખીશ તેમજ તારા મોઢા ઉપર એસિડ ફેંકી મોઢું બગાડી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.
આ મામલે પુત્રી ગુમસુમ રહેતી હોય તેણીને પૂછતાં હકીકત જણાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનિય છે કે,ગયા સોમવારે સાંજના આરોપી અને સગીરાના પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં આરોપીની માતા અને તેની ભત્રીજીને માર મારવામાં આવ્યો હતો. જ્યારે સામાપક્ષે સગીરાના પિતાને પણ ઇજા પહોંચી હતી અને તેમાં એવું જણાવ્યું હતું કે,આરોપીનું સગીરા સાથે સગપણ કરવા માગું નાખવામાં આવ્યું હતું.જે બાબતે આ માથાકૂટ થઇ હતી.જે મામલે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »