પાણીપુરીના ધંધાર્થીના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂ.20 હજાર રોકડની ચોરી

પાણીપુરીના ધંધાર્થીના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂ.20 હજાર રોકડની ચોરી


પરસાણાનગરમાં પાણીપુરીના ધંધાર્થીના મકાનનું તાળું તોડી ઘરમાં ટીંગાડેલ થેલીમાંથી રૂ.20 હજાર રોકડની ચોરી કરી અજાણ્યાં શખસો નાસી છૂટતાં પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.બનાવ અંગે ફરિયાદી કપ્તાનભાઇ શાંતીનારાયણ પટેલ (ઉ.વ.22), (ધંધો. વેપાર), (રહે,પરસાણાનગર શેરી નં -16) એ જણાવ્યું હતું કે, તેઓ તેના ત્રણ ભાઈઓ સાથે સાથે રહે છે અને તેની સાથે પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. ગઇ તા.15 ના તેનો ભાઇ હરીમંગલ અને શીવાભાઇ બન્ને પાણીપુરીની લારી લઇને સાંજના ચારેક વાગ્યે ધંધો કરવા જતા રહેલ અને તે તેમજ તેનો ભાઈ આદેશ ઘરે હતા.
ત્યાર બાદ પાંચેક વાગ્યે બન્ને ભાઇ ઘરને લોક મારી ઘરની બહાર દુર શેરીમાં બેઠા હતા. છ વાગ્યાની આસપાસ તેઓ પરત ઘરે આવેલ ત્યારે ડેલી ખોલી અંદર જતા ઘરના મેઇન દરવાજે મારેલ તાળુ તુટેલુ હતું અને દરવાજો ખુલ્લો હતો. રૂમની અંદર સરસામાન વેર વિખેર પડેલ હતો અને દિવાલમા ટાંગેલ બેગ નીચે પડેલ હતુ. તેમા રાખેલા રૂ.20 હજાર ગાયબ હતાં.
જે કોઈ અજાણ્યો ચોર ઘરનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશી બેગમા રાખેલ રોકડ રૂપીયા 20 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »