ખેરોલ પ્રા. આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટ્સ ખંડેર વિભાગની કારની પણ બદતર હાલતમાં - At This Time

ખેરોલ પ્રા. આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટ્સ ખંડેર વિભાગની કારની પણ બદતર હાલતમાં


તલોદ તાલુકાના ખેરોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા બનાવામાં આવેલ ક્વાર્ટર અને આરોગ્ય લક્ષી સુવિધા ઝડપી પહોચાડવા માટે ફાળવામાં આવેલ ફોર વ્હીલ ગાડીની પણ જાળવણીના અભાવે દુર્દશા થતાં રાજ્ય સરકારે કરેલ લાખ્ખો રૂપિયાનો ખર્ચે વ્યર્થ ગયો હોવાનું ફલિત થઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના નાગરીક સુધી આરોગ્ય લક્ષી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ બને તે માટે વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર્દીઓને ઉત્તમ સુવિધા ત્વરીત મળી રહે, આરોગ્ય કર્મીઓને પણ કોઈ હાલાકી ન પડે તે માટે વ્યવસ્થાના ભાગરૂપે સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબિબો, નર્સ, સ્ટાફને રહેવા માટે ક્વાર્ટર તથા જે તે આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હોય કે પછી આરોગ્ય લક્ષી કામગીરી ઝડપી અને સારી મળી રહે તે માટે ફોર વ્હીલ ગાડી વાહન સુધીની સુવિધા પુરી પાડવામાં આવે છે.પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ, તંત્રની બેદરકારી જાળવણીના અભાવે ગતરોજ તલોદના ખેરોલ આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ ક્વાર્ટર અને સરકારી ગાડી ધૂળ ખાઈ રહી છે. આ ક્વાર્ટર ખંડેર હાલતમાં ફેરવાઈ જવા પામ્યું છે. જ્યારે ગાડીની પણ દુર્દશા થતાં કોઈ ઉપયોગમાં લઈ શકાય તેવી કંડીશનમાં જણાતી નથી ત્યારે સરકારે આ સુવિધા ઉભી કરવા માટે કરેલો લાખ્ખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ જતાં ખેરોલ સહિત આ આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ ગામના દર્દીઓમાં કચવાટ ની લાગણી ઉદ્દભવી હોઈ ક્વાર્ટર અને ગાડીનો સદઉપયોગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.