સિવિલમાં અલગથી વિભાગ શરૂ કરાશે; રેબિસ ક્લિનિક માટે ઓપીડી બિલ્ડિંગમાં થશે વ્યવસ્થા - At This Time

સિવિલમાં અલગથી વિભાગ શરૂ કરાશે; રેબિસ ક્લિનિક માટે ઓપીડી બિલ્ડિંગમાં થશે વ્યવસ્થા


શ્વાન કરડવાના કિસ્સામાં 15 દિવસમાં 30 ટકાનો વધારો

રાજકોટ શહેરમાં શ્વાન કરડવાના બનાવ વધી ગયા છે અને રાજ્યભરમાં પણ અલગ અલગ મથકોમાં આ જ રીતે કેસ વધતા સરકારે અલાયદા રેબિસ ક્લિનિક ખોલીને તેમાં ડોગ બાઈટની સારવાર શરૂ કરવાનો આદેશ આપ્યો છે જેને લઈને રાજકોટ સિવિલમાં આ ક્લિનિક ખોલવામાં આવશે. રાજકોટ શહેરમાં ડોગ બાઈટના બનાવમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં અથવા તો સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મળે છે. સિવિલમાં આ કિસ્સામાં ઈમર્જન્સી વિભાગમાં જઈને સારવાર લેવાની હોય છે પણ હવે ઓપીડી બિલ્ડિંગમાં જ ખાસ ક્લિનિક શરૂ કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.