રાજુલા જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ રાજુલાના મીઠાના અગરિયાઓ અને જાફરબાદ ના માછીમારોને કરોડો રૂપિયાનું નુકશાન ગાંધીનગર ખાતે પ્રતિનિધિ મંડળની રૂબરૂ રજૂઆત - At This Time

રાજુલા જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ રાજુલાના મીઠાના અગરિયાઓ અને જાફરબાદ ના માછીમારોને કરોડો રૂપિયાનું નુકશાન ગાંધીનગર ખાતે પ્રતિનિધિ મંડળની રૂબરૂ રજૂઆત


રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદના કારણે રાજુલા તાલુકામાં મીઠું પકવતા અગરિયાઓ તેમજ જાફરાબાદના માછીમારોને મસ્ત મોટો નુકસાન થયું છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આજરોજ ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી

રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ આગેવાનો દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લામાં કોમર્સ ની વરસાદ ના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વરસાદના કારણે ખેડૂતોને જેવી રીતે નુકસાન થયેલ છે તેવી જ રીતે માછીમારોને પણ નુકસાનીનો વારો આવ્યો છે માછીમારોને અવારનવાર આવી કુદરતી આપત્તિ કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની માર સહન કરવો પડે છે જાફરાબાદ તાલુકાના માછીમારોને પણ કોમર્સની વરસાદથી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય આ વિસ્તારમાં સત્વરે સર્વે કરી માછીમારોને સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી

આ ઉપરાંત કોમર્સની વરસાદના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વરસાદના કારણે ખેડૂતોને જેવી રીતે નુકસાન થયેલ છે તેવી જ રીતે રાજુલા તાલુકામાં મીઠું પકવતા અગરિયાઓને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય આથી રાજુલા તાલુકાના અગરિયાઓને થયેલ નુકસાન એનું સત્વરે સર્વે કરાવવી યોગ્ય સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.