તા.૧૨ જુલાઇના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શિવશક્તિ બાયો ટેકનોલોજી લિમિટેડ- અમદાવાદ ખાતેના એકમ માટે સેલ્સમેનની જગ્યા માટે ભરતી મેળો યોજાશે - At This Time

તા.૧૨ જુલાઇના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શિવશક્તિ બાયો ટેકનોલોજી લિમિટેડ- અમદાવાદ ખાતેના એકમ માટે સેલ્સમેનની જગ્યા માટે ભરતી મેળો યોજાશે


તા.૧૨ જુલાઇના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શિવશક્તિ બાયો ટેકનોલોજી લિમિટેડ- અમદાવાદ ખાતેના એકમ માટે સેલ્સમેનની જગ્યા માટે ભરતી મેળો યોજાશે

---------------

માહિતી બ્યુરો, બોટાદ:
બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર રાજયના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શિવશક્તિ બાયો ટેકનોલોજી લિમિટેડ- અમદાવાદ ખાતેના એકમ માટે સેલ્સમેનની જગ્યા માટે ૧૯ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો-૧૦ પાસ લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગાર ઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.