ગારીયાધાર પોલીસ પરિવાર દ્વારા મહિલાઓ માટે નવરાત્રી પર્વનું આયોજન કરાયું - At This Time

ગારીયાધાર પોલીસ પરિવાર દ્વારા મહિલાઓ માટે નવરાત્રી પર્વનું આયોજન કરાયું


ગારીયાધાર પોલીસ પરિવાર દ્વારા મહિલાઓ માટે નવરાત્રી પર્વનું આયોજન કરાયું

હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે માં નવદુર્ગાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગારીયાધાર પોલીસ પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે તાલુકાના બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવરાત્રી પર્વ નિમિત્તે નવ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પોલીસ મથકના થાણા અધિકારી પીએસઆઇ આર એ વાઢેર તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો અને સારી રીતે બહેનો માટે નવરાત્રી પર્વનું પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં તાલુકામાંથી મહિલાઓ નવરાત્રી પર્વનો લાભ લઇ રહ્યા છે અને માતાની આરાધના કરી રહ્યા છે અને પોલીસના શિસ્તબદ્ધ આયોજનને બિરદાવી રહ્યા છે

રિપોર્ટર વિશાલ બારોટ ગારિયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.