ધંધુકાના હડાળા ગામના અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન નીમ ન કરાતા ગામના લોકોને હાલાકી - At This Time

ધંધુકાના હડાળા ગામના અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન નીમ ન કરાતા ગામના લોકોને હાલાકી


હડાળા ગામના અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન નીમ ન કરાતા ગામના લોકોને હાલાકી

3વર્ષથી સ્મશાન મંજુર કરવા અરજી કરેલ છે પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના હડાળા ગામમાં ગામ વચ્ચે એક જ સ્મશાન ફાળવવામાં આવ્યું છે. ગામના તમામ ધર્મના લોકો લને એકજ જગ્યાએ સ્મશાન હોવાથી એકબીજાને અવારનવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. હડાળાના અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનને નીમ કરવામાં આવ્યું નથી જેથી કરીને ત્યાં વિધિ કરે છે ત્યાંના ગામના રહીશો ઘઉં ચણાના ખળા નાખતા હોય છે જેથી સ્મશાનની ગરિમા જળવાતી નથી. આમ દફન કરેલ જગ્યા ઉપર ટ્રેક્ટરો ફેરવવામાં આવે છે. જે દફનવિધિ કરેલ જગ્યા પર યોગ્ય ના કહેવાય. અનુસૂચિત જાતિ સમાજને 3 વર્ષથી સ્મશાન મંજુર કરવા માટે ધંધુકા તાલુકા પંચાયત, મામલતદાર તેમજ કલેક્ટર સુધી વારંવાર અરજીઓ કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. જાણે તંત્ર આંખ આડા કાન કરી બેઠું હોય તેમ કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.