કનેસરાનો યુવાન એથ્લેટિક્સ 1500 મીટર દોડમા જિલ્લા કક્ષાએ બીજા નંબરે - At This Time

કનેસરાનો યુવાન એથ્લેટિક્સ 1500 મીટર દોડમા જિલ્લા કક્ષાએ બીજા નંબરે


ખેલમહાકુંભ ૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની સ્પર્ધા રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજાઈ હતી. તેમા કનેસરાનો યુવાન હાંડા ધનજીભાઈ નાજાભાઈ ૧૫૦૦ મીટર દોડમા જસદણ તાલુકા વતી રમવા ગયો હતો. તેમા રાજકોટ જિલ્લા કક્ષાએ પણ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. તે બદલ કનેસરા ગામનું ગૌરવ વધાર્યું હતુ અને ગ્રામજનોએ અભિનંદન આપ્યા હતા. જોકે કનેસરાની ટીમ રસ્સાખેંચમા પણ જિલ્લા પ્રથમ આવી હતી. કબડ્ડી, વોલીબોલ અને ખો ખોમા પણ તાલુકા કક્ષાએ જીતીને જિલ્લાકક્ષાએ સારુ પ્રદર્શન કર્યું હતુ. આ માટે ગામના જાગૃત નાગરિક અને શિક્ષક એવા પ્રવિણભાઇ હાંડા અને વન કર્મચારી રમેશભાઈ કુકડિયા ખેલાડીઓને સતત માર્ગદર્શન અને તામિલ આપતા હોઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.