મેડિકલ અધ્યાપકોની બાયોમેટ્રિક હાજરી હવે આધાર સાથે જોડાશે - At This Time

મેડિકલ અધ્યાપકોની બાયોમેટ્રિક હાજરી હવે આધાર સાથે જોડાશે


અમદાવાદનેશનલ
મેડિકલ કમિશન દ્વારા તમામ મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો માટે હોસ્પિટલ
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સીસ્ટમ લાગુ કરવામા આવી છે.જે અંતર્ગત હવે કોલેજો પરનું
કમિશનનું મોનિટરિંગ વધશે અને વધુ કડક બનશે તેમજ મેડિકલ કોલેજ ફેકલ્ટી, રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ ટયુટર્સની બાયોમેટ્રિક હાજરીને આધારનંબર સાથે
જોડી દેવામા આવશે.મેડિકલ
કોલેજોના અધ્યાપકો,રેસિડેન્ટ ડોક્ટર્સની હાજરીને
નિયમિત કરવા અને વધુ પારદર્શિતા લાવવા માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા આધાર
ઈનેબલ્ડ બાયોમેટ્રિક અટેન્ડન્સ સીસ્ટમ લાગુ કરવા તમામ કોલેજોને આદેશ કરવામા આવ્યો
છે. દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો માટે આ સીસ્ટમ ખાસ કેન્દ્ર સરકારના
નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી ) દ્વારા ડેવલપ કરવામા આવી છે.આધાર બેઝ
બાયોમેટ્રિક હાજરી દ્વારા તમામ મેડિકલ ફેકલ્ટીઝ અને રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ
ટયુટર્સની હાજરીને આધાર સાથે જોડી દેવામા આવશે.જેનાથી એક અધ્યાપકની બીજી કોલેજમાં
બદલી થતા આધાર નંબર સાથે મેચ કરાતા કમિશનને જાણ થશે અને  કઈ કોલેજમાં કેટલા અધ્યાપકો છે,રેસિડેન્ટ ડોક્ટર્સ અને ટયુટર્સ છે તેની પણ કમિશનને સીધી જાણ થશે.

નેશનલ
મેડિકલ કમિશન દ્વારા લાગુ કરવામા આવેલી હોસ્પિટલ મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત તમામ
સરકારી ,પ્રાઈવેટ મેડિકલ કોલેજો અને ડિમ્ડ યુનિ.ઓએ આ સીસ્ટમનું
પાલન કરવુ ફરજીયાત છે.મેડિકલ કોલેજો-સંલગ્ન હોસ્પિટલો માટે ખાસ ઈ-હોસ્પિટલ
સોફ્ટવેર પણ તૈયાર કરવામા આવ્યુ છે.જેના આધારે પેશન્ટ લોડ મોનિટરિંગ થશે.ઉપરાંત પેશન્ટ
રજિસ્ટ્રેશન મોડયુલ તૈયાર કરીને આ માટેની પણ વિગતવાર ગાઈડલાઈન તમામ કોલેજોને
મોકલવામા આવી છે.જેનું ફરજીયાત પાલન કરવુ પડશે.હવે કોલેજોની તમામ વિગતો નેશનલ
મેડિકલ કમિશનના ડેશબોર્ડ પર રજિસ્ટર્ડ થશે અને કમિશન કોઈ પણ સમયે જોઈ શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.