પાંચ શખ્સો ક્રાઈમની મોટી ઘટનાને અંજામ આપે તે પેલા વલ્લભીપુર Psi ઝાલાની ઝપટે ચડ્યા - At This Time

પાંચ શખ્સો ક્રાઈમની મોટી ઘટનાને અંજામ આપે તે પેલા વલ્લભીપુર Psi ઝાલાની ઝપટે ચડ્યા


વલ્લભીપુર તાલુકાના કલ્યાણપર ગામેથી પોલીસ અધિકારી પી.ડી.ઝાલાને હકિકત મળેલ કે ગત તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ બપોરે આશરે ૧૫/૦૦ વાગ્યે સુરતથી આયોજન બધ્ધ રીતે એક સ્વીફટ કારમાં ત્રણેક ઇસમો કલ્યાણપર ગામે આવી ગામમાં રહેતા સંજય સુરેશભાઇ ભલાણી પાસેથી નાણાંની મોટી રકમ પડાવવાના ઇરાદે અપહરણ કરવા આવી પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી અપહરણ કરવાની કોશીષ કરી નાશી ગયેલા છે અને ભોગ બનનાર ગભરાઇ જતા પોલીસને જાણ કરેલ નહી અને આ લોકો હજુ સુધી અંહી વલ્લભીપુર,બરવાળા ગઢડાની આજુબાજુમાં રહી ભોગ બનનારની રેકી કરતા હોવાની હકિકત જાણવા મળતા વલ્લભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલા અને પો.સ્ટાફ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.જગદીશભાઇ સાંગા તથા પો.હેડ કોન્સ. દિગ્વિજયસિંહ ગોહીલ અને પો.કોન્સ.કલ્પેશભાઇ છેલાણા ને બાતમી હકિકત મળેલ કે સુરતથી અહીં અપહરણ કરવા માટે આવેલ ઇસમો એક સફેદ કલરની સ્વીફટ કાર નંબર જી.જે.૦૫ સી.ઇ.૫૫૨૭ માં કાનપર બાજુથી વલ્લભીપુર તરફ આવે છે તેવી હકિકત આધારે વલ્લભીપુર પોલીસ દ્વારા હાઇવે કલ્યાણપર ચોકડી ખાતે વોચ ગોઠવતા બાતમી મુજબની કાર મળી આવતા આ કારમાં નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીઓ(૧)નીતીનભાઇ કરમશીભાઇ કાકલોતર જાતે પ્રજાપતી ઉ.વ.૨૯ ધંધો હીરા રહે.હાલ સુરત વ્રજભુમી રો હાઉસ બંગલા નંબર-૬ ગોવિંદજી હોલની પાછળ ડભોલી કતારગામ સુરત શહેર મુળ ગામ ડુંગર તા.રાજુલા જી.અમરેલી(૨)અજયભાઇ ઉર્ફે ભુદેવ અશ્વીનભાઇ ભટ્ટ જાતે બ્રામણ ઉ.વ.૩૦ ધંધો હિરા રહે.હાલ સુરત સુમનસાગર આવાસ વિંગ એસ રૂમ નંબર ૮૦૨ ગ્રીન સિંગનેચર પાછળ વેસુ સુરત શહેર મુળ ગામ બોટાદ અંબાજી ચોક હીરા બજારની પાછળ તા.જી.બોટાદ(૩)રવિરાજભાઇ ઉર્ફે ભોલો પરવાળા ચંદુભાઇ ઉંમટ જાતે રજપુત ઉ.વ.૨૧ ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ સુરત તેજેન્દ્રપાર્ક સોસાયટી મકા નં ૨૨ ખોડીયારનગર નાના વરાછા સુરત શહેર મુળ ગામ પરવાળા તા.ઉમરાળા જી.ભાવનગર(૪) દિપુલભાઇ ઉર્ફે સિંઘમ ધીરુભાઇ માણીયા જાતે પટેલ ઉ.વ.૩૨ ધંધો હિરા રહે.હાલ સુરત રોયલ રેસીડન્સી ફલેટ નં.સી.૧૦૨ વરીયાવ ન્યુ કતારગામ સુરત શહેર મુળ ગામ જાળીયા તા.ઉમરાળા જી.ભાવનગર(૫)યોગેશભાઇ રાણાભાઇ ડાંગર જાતે આહીર ઉ.વ.૨૭ ધંધો હીરા રહે.સુરત શકિત સોસાયટી મકાન નં ૨૮ પુર્ણા ગામ વરાછા સુરત શહેર મુળ ગામ લીમડા(હનુભાના)તા.ઉમરાળા જી.ભાવનગર કબજે કરવામાં આવેલ મુદામાલઃ-(૧) ઓપો કંપનીનો A-1મોર્ડલ મોબાઇલ કિમંત રૂ.૨૫૦૦/-(ર)સેમસંગ કંપનીનો 5-10 મોર્ડલ મોબાઇલ કિમંત રૂ।.૨૫૦૦/-(૩)એમ આઇ કંપનીનો રેડમી ૧૦ પ્રાઇમ મોબાઇલ કિમંત રૂ।.૨૫૦૦/-(૪)સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિમંત રૂા.૨૫૦૦/-(૫)આઇફોન કંપનીનો ૧૩ પ્રો મેકસ મોડલ ફોન કી.રૂ.૨૫૦૦૦/-(૬)સફેદ કલરની સ્વીફટ ફોર વ્હીલ કાર રજી.નંબર GJ-05-CE-5527 કિમંત રૂા.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિમંત રૂા.૩,૩૫,૦૦૦/-નો મુદામાલ આરોપીઓની મોડસ ઓપરેન્ડીઃ-આ કામના ભોગ બનનાર અને આરોપી નિતિન મીત્ર હોય જેથી ભોગ બનનાર પાસે મોટી રકમના નાણા હોવાની આરોપી નિતિન હકીકત જાણતો હોય જેથી નિતીને ભોગ બનનાર પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા સુરતના ખુન,ખુનનની કોશીશ,ધાડ,અને, ગે.કા.હથીયારના ગુન્હામા અગાઉ પકડાયેલ ઇસમ દિપુલ ઉર્ફે સિંધમનો સંપર્ક કરી વાત કરતા ઉપરોકત પાંચેય આરોપીઓએ સુરત આંબા તલાવડી કતારગામ ખાતે મીટીંગ કરી ભોગ બનનારનુ અપહરણ કરી મારમારી પંદરથી વિસ લાખ જેટલા નાણા બળજબરીથી કઢાવાની યોજના બનાવેલ હતી તે મુજબ પાંચેય આરોપીઓ પૈકી અજય ભટ્ટ નાઓ સુરતથી સેલ્ફ ડ્રાઇવીંગમા ભાડેથી ગાડી લઇ આવી પાંચેય આરોપીઓ ગાડીમા ભોગ બનનારના ઘરે તા.૨૮/૧૨/૨૦૨૩ના સવારે આવેલા ત્યારે ભોગ બનનારનુ ઘર આરોપી નિતીને બતાવેલ તે બાદ આરોપી દિપુલ,અજય,રવિરાજ ગાડી લઇ ફરીથી ભોગ બનનારના ઘરે આવી પોતે સુરત પોલીસ વિજીલન્સમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી અપહરણની કોશીશ કરેલ જે નિષ્ફળ જતા નાસી ગયેલા બાદ પાંચેય આરોપીઓ વલ્લભીપુર બરવાળા,ગઢડા, બોટાદ વિગેરે સ્થળોએ રોકાયને ભોગ બનનારનુ અપહરણ કરવા આજદીન સુધી રેકી કરેલી તે રેકી દરમ્યાન આરોપીઓને પોલીસે પકડી લેતા આરોપીઓની યોજના નિષ્ફળ ગયેલ આ કામના આરોપીઓએ ભોગ બનાનારનુ અપહરણ કરી તેને માર મારી ભોગ બનાનાર પાસેથી મોટી રકમ મેળવવાના હેતુથી યોજના બનાવેલ હતી પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-(૧) દિપુલભાઇ ઉર્ફે સિંઘમ ધીરુભાઇ માણીયા વલ્લભીપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.૧૧/૨૦૧૨ ઇ.પી.કો કલમ ૩૦૭,૩૨૬,૩૨૪,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨) કતારગામ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.૧૧૭/૨૦૧૨ ઇ.પી.કો.કલમ ૩૦૨,૧૪૩,૧૪૯,૨૩૪ અડાજણ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.૨૯/૨૦૧૫ ઇ.પી.કો ક.૩૯૯ તથા આર્મસ એકટ ૨૫(૧)બીએ,તથા બી.પી એકટ ૧૩૫ ચોક બજાર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન ૧૨૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૦૮,૩૨૫,૩૨૬,૫૦૬(૨)૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫(ર)યોગેશભાઇ રાણાભાઇ ડાંગર વરાછા પોલીસ સ્ટેશન સુરત શહેર સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૦૨૨૪૬/૨૦૨૨ પ્રોહી કલમ ૬૬(૧)બી ઉમરા પોલીસ સ્ટેશન સુરત શહેર પાર્ટ,ગુ.ર.ન.૧૧૨૧૦૦૪૮૨૧૧૩૮૪/૨૦૨૨ ઇમરોલ ટ્રાફીક એકટ ઇ.પી.કો.કલમ ૩,૪,૫,૭,૩૭૦(એ)(૨)કતારગામ પોલીસ સ્ટેશન સુરત શહેર સી પાર્ટ ગુ.ર.ન.૧૧૨૧૦૦૬૦૨૦૨૨૪૬/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ (૩)નીતીનભાઇ કરમશીભાઇ કાકલોતર સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન(૪) રવિરાજભાઇ ઉર્ફે ભોલો પરવાળા ચંદુભાઇ ઉંમટ કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેર સી પાર્ટ ગુ.ર.ન.૧૧૨૧૦૦૨૨૨૩૨૦૩૦/૨૦૨૩પ્રોહી કલમ ૬૫(એ)(એ)૮૧ ૧૧૬(બી)આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ ગુનોઃ-સંજયકુમાર ઉર્ફે કૌશીકભાઇ સુરેશભાઇ ભલાણી જાતે પટેલ ઉ.વ.૨૮ ધંધો હીરાનો રહે.હાલ સુરત જી-૫૦૨ પાંચમો માળ,સર્જન રેસિડન્સી વિંગ-જી,સુર્યમ રેસિડન્સીની બાજુમા સીંગણપોર રોડ કતારગામ સુરત મુળ ગામ કલ્યાણપુર તા.વલ્લભીપુર જી.ભાવનગર મો.ન.૯૮૨૫૩૯૬૭૩૭ ત્રણ અજાણ્યા ઇસમ તથા મો.નં.૮૧૫૪૦૯૪૧૬૮ વાળા સિંધમ નામનો માણસ ફરીયાદી સુરત શહેર બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૩૨૦૦૨૪૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૧૮૮,૨૬૯,૩ આરોપી,ગુ.બ.તા.વ.તા.૨૮/૧૨/૨૦૨૩ કલાક ૧૫/૦૦ના અરસામાં ગુ.જા.તા.વ તા.૩૦/૧૨/ ૨૦૨૩ કલાક ૨૦/૩૦ વાગ્યે કલ્યાણપુર ગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર ગુન્હો ઇ.પી.કો.કલમ ૩૬૫,૩૮૭,૪૪૭ ૧૨૦(બી)૧૭૦,૫૦૪,૫૧૧ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓ ત્રણ અજાણ્યા ઇસમો એક સફેદ કલરની સ્વીફટ ફોરવ્હીલ કાર જેના રજી.નંબર GJ-05-CE-5527ની લઇ ફરી.ના ઘરે આવી ત્રણઆરોપીઓ પૈકી બે આરોપીઓએ ફરીયાદીના ઘરના ફળીયામા ઓસરીના ભાગે ગેરકાયદેસર પ્રવેશ કરી પોતે સુરત પોલીસ વિજીલન્સમાંથી હોવાની ખોટી ઓળખ આપી બે આરોપીઓ પૈકી એક ઇસમે ફરી.ને કહેલ કે સુરત જે રૂપિયાનુ કૌભાંડ કરેલ છે તે રૂપિયા અમોને આપી દે નહીતર તારા ટાટીયા ભાંગી નાખવા પડશે તેમ કહી ફરી.ને ગાળો આપી ફરી.નો હાથ પકડી અપહરણ કરવા ફોરવ્હીલ કારમા બેસાડવાની કોશીશ કરતા તે વખતે ફરી.ના પિતાએ હાથ મુકાવી ૧૦૦ નંબર ઉપર ફોન કરવાનુ કહેતા આરોપીઓ નાશી જઇ આ ગુનાનુ કાવતરૂ રચી ગુનો કર્યા વિ.બાબત વલ્લભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલા તથા પો.હેડ કોન્સ.જગદીશભાઇ સાંગા, દિગ્વિજયસિંહ ગોહિલ,પો.કોન્સ.અરવિંદભાઇ ચુડાસમા,પો.કોન્સ. અશ્વિનભાઇ ગોહેલ,પો.કોન્સ.ગીરીરાજસિહ ગોહિલ પો.કોન્સ.કલ્પેશભાઇ સેલાણા તથા ડ્રા.પો.કો મયુરસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.