3,700 કિગ્રા વિસ્ફોટકો વડે 15 સેકન્ડથી પણ ઓછા સમયમાં નોએડાના વિવાદિત ટ્વિન ટાવર્સ થશે ધ્વસ્ત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/noidas-twin-towers-to-be-demolished-in-less-than-15-seconds-with-3-700-kg-explosives/" left="-10"]

3,700 કિગ્રા વિસ્ફોટકો વડે 15 સેકન્ડથી પણ ઓછા સમયમાં નોએડાના વિવાદિત ટ્વિન ટાવર્સ થશે ધ્વસ્ત


- સોસાયટીઓના આશરે 5,000 નિવાસીઓને સુરક્ષાના ભાગરૂપે એક દિવસ માટે બીજે ખસેડવામાં આવ્યા છે અને ત્યાંના વીજળી-ગેસના જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છેનોએડા, તા. 28 ઓગષ્ટ 2022, રવિવારઉત્તર પ્રદેશમાં નોએડાના સેક્ટર 93Aમાં આવેલા કુતુબ મિનારથી પણ ઉંચા સુપરટેક ટ્વિન ટાવર્સને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. બપોરે 2:30 કલાકે 3,700 કિગ્રાથી પણ વધારે વિસ્ફોટકોની મદદથી માત્ર 15 સેકન્ડની અંદર જ ધ્વસ્ત કરી દેવામાં આવશે. દેશમાં પ્રથમ વખત આટલી ઉંચી ઈમારતને ધ્વસ્ત કરવાની છે. જેના માટે અધિકારીઓએ શનિવારે વિસ્ફોટકો અને અન્ય વ્યવસ્થાઓની અંતિમ વખતની તપાસ કરી હતી. તેમના કહેવા પ્રમાણે વિસ્ફોટકો લગાવવાનું અને તેમને જોડવાનું તમામ કામ પહેલેથી જ પૂર્ણ કરી દેવાયું છે. રવિવાર માટે એક જ કામ બાકી રાખવામાં આવ્યું હતું કે, ટ્વિન ટાવર્સને એકબીજા સાથે જોડવાના અને સ્ટ્રક્ચર્સથી એક્સપ્લોડર સુધી 100 મીટર લાંબો કેબલ લગાવવાનો. એક્સપ્લોડર એ સ્થાન છે જ્યાંથી રવિવારે ધ્વસ્તીકરણનું કામ કરવામાં આવશે.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈની એડિફિસ એન્જિનિયરિંગ કંપનીને ટ્વિન ટાવર્સ ધ્વસ્ત કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 32 માળ ઉંચા આ ટાવર્સના નિર્માણમાં ઉચિત માપદંડોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું. ટ્વિન ટાવર્સને ધ્વસ્ત કરવાના હોવાથી સુરક્ષાના ભાગરૂપે આસપાસની સોસાયટીના લોકોને પોતાના સામાન સાથે બહાર મોકલી દેવામાં આવ્યા છે. એમરાલ્ડ કોર્ટ અને તેને અડીને આવેલી એટીએસ વિલેજ સોસાયટીઓના આશરે 5,000 નિવાસીઓને રવિવારે સવારે 7:00 વાગ્યા સુધીમાં એક દિવસ માટે ઘરની બહાર નીકળવા કહેવામાં આવ્યું હતું. રવિવારે સવારે 07:00 વાગ્યા બાદ જ એક્સપ્લોડરને ગેરકાયદેસર ટ્વિન ટાવર સાથે જોડતા 100 મીટર લાંબા કેબલને જોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેથી આસપાસના લોકોની સુરક્ષા ન જોખમાય. એડિફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજર મયૂર મેહતાએ જણાવ્યું કે, જ્યારે તમામ ટીમ બિલ્ડિંગમાંથી નીચે ઉતરી જશે ત્યાર બાદ એપેક્સ અને સેયેન એમ બંને બિલ્ડિંગને એકબીજા સાથે જોડવામાં આવશે. ત્યારબાદ બંને ઈમારતોને ધ્વસ્ત કરવા માટે 100 મીટર લાંબો કેબલ તાર લગાવવામાં આવશે. રવિવાર માટે નોએડા સેક્ટર 93એમાં ટ્વિન ટાવર તરફના રોડના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત તે વિસ્તારમાં પોલીસના 400થી પણ વધારે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. NDRF ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારનું રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ પમ કોઈ પણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે ઘટના સ્થળે હાજર રહેશે. નોએડા ઓથોરિટીના સીઈઓ રિતુ માહેશ્વરીના કહેવા પ્રમાણે ધ્વસ્તીકરણ બાદ તે વિસ્તારમાંથી ધૂળ દૂર કરવા માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓ ઉપરાંત મિકેનિકલ સ્વીપિંગ મશીન, એન્ટી સ્મોગ ગન અને વોટર સ્પ્રિંકલરને પણ સાઈટ પર લગાવવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ નોએડામાં ટ્વિન ટાવરનું કાઉન્ટ ડાઉન શરૂ, ૧૨ સેકન્ડમાં જ ટાવર તોડી પડાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]