પત્ની અને પ્રેમિકા વચ્ચે મોબાઇલના મામલે મારામારી - At This Time

પત્ની અને પ્રેમિકા વચ્ચે મોબાઇલના મામલે મારામારી


 વડોદરા,પતિની પ્રેમિકા પાસે મોબાઇલ ફોન  પરત લેવા  ગયેલી પરિણીતાને પ્રેમિકા તથા પ્રેમિકાના ભાઇએ માર માર્યો હતો.જે અંગે સામસામે ફરિયાદ નોંધાઇ છે.અકોટા મોટી મસ્જિદ  પાસે અફીફા ફ્લેટમાં રહેતા અંજુમબાનુ ખુશનુત મલેક ઘરકામ કરે છે.સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા પતિ તથા સાસુ સાથે રહું છું.મારા  પતિ ખુશનુત મલેક કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસે રેડિયેટર રીપેરીંગનું કામ કરે છે.મારા પતિને ગોરવા વિસ્તારમાં રહેતી મૂક બધિર યુવતી સાથે પ્રેમસંબંધ છે.મારા પતિએ મારો મોબાઇલ ફોન તેમની પ્રેમિકાને આપ્યો છે.તેની પ્રેમિકા મેસેજ અને વીડિયો કોલથી ઇશારા કરીને વાત કરે છે.ગઇકાલે મારા પતિની પ્રેમિકા ફતેપુરા વિસ્તારમાં આવી હતી.હું તથા મારી સાસુ તેની પાસે મારો મોબાઇલ ફોન લેવા ગયા હતા.ત્યારે તેણે તથા તેના ભાઇએ મને માર માર્યો હતો.જ્યારે સામા પક્ષે પણ સાસુ અને વહુ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે,બંનેએ ભેગા મળીને માર માર્યો હતો.સિટિ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.