૨૮-ઇડર અને ૨૯- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકોનાનંબર જાહેર કરાયા - At This Time

૨૮-ઇડર અને ૨૯- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકોનાનંબર જાહેર કરાયા


વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

 

સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી ખર્ચ અંગે રજૂઆત કરવા માટે ટોલ ફ્રિ નં ૧૮૦૦-૨૩૩-૬૦૧૩ જાહેર કરાયો.          

 

૨૮-ઇડર અને ૨૯- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકોના નંબર જાહેર કરાયા

 

     વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લાના    ૨૮-ઇડર અને ૨૯-ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તાર માટેના ખર્ચના ઓબ્ઝર્વરશ્રી મુનીશ રાજાની તા.૦૯/૧૧/૨૦૨૨નારોજ ખેડબ્રહ્મા-સાબરકાંઠા પધારેલ છે. ખર્ચ ઓબ્ઝર્વરશ્રી સાથે સંપર્ક કરવા માટે  સર્કીટ હાઉસ ખેડબ્રહ્મા ખાતેના લેન્ડલાઇન નં.-૦૨૭૭૫-૨૨૦૩૧૬ તથા મોબાઇલ નં.-૯૭૭૩૦૭૬૫૩૩છે. ૨૮-ઇડર વિધાનસભા મત વિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકશ્રી એમ. કે. પ્રજાપતિ છે. જેમનો મોબાઇલ નંબર  ૯૭૨૩૮૧૦૮૮૮ છે.

      ૨૯-ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકશ્રી દશરથભાઇ વી. ચૌધરી અને શ્રી બી. બી. રાઠોડ છે. જેમના મોબાઇલ નંબર અનુક્રમે ૮૧૪૧૩૨૪૭૯૧ અને ૯૪૨૮૭૬૯૧૫૮ છે. રાજકીય પક્ષો/ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ અંગે કોઇપણ જાતની રજુઆત કે ફરીયાદ હોય તો ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેનો ૨૪*૭ કંટ્રોલરૂમનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૬૦૧૩ છે. જેની સાબરકાંઠા જિલ્લાની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.