PM મોદી શાસનને 9 વર્ષ થતાં લોકો વચ્ચે જઈ જનસંવાદ કરાશે; ઝડફિયા. - At This Time

PM મોદી શાસનને 9 વર્ષ થતાં લોકો વચ્ચે જઈ જનસંવાદ કરાશે; ઝડફિયા.


ભાજપની 2024 લોકસભાની તૈયારી શરૂ, મધ્ય ઝોનની બેઠક યોજાઈ શહેર પ્રભારી ગોરધન ઝડફિયાએ કહ્યું, ભાજપ હંમેશાં ચૂંટણી મોડમાં જ હોય છે

શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાએ મધ્ય ઝોનની બેઠક યોજી હતી. આગામી સમયમાં રાજ્ય અને દરેક લોકસભા બેઠક દીઠ રાષ્ટ્રીય નેતાઓએ સભા યોજશે. ઉપરાંત સાંસદો પોતપોતાના મત વિસ્તારમાં જઈ લોકોને મળશે અને તેમણે કરેલાં કામો અંગે નાગરિકોને માહિતી આપશે. આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે તે પૂર્વે અત્યારથી જ ભાજપે ચૂંટણી પ્રચાર સહિતની દોડધામ શરૂ કરી છે. શહેરના ભાજપ કાર્યાલય ખાતે શનિવારે મધ્ય ઝોનના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં નવનિયુક્ત શહેર પ્રભારી ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે, મધ્ય ઝોનની લોકસભાની 6 સીટો માટેની બેઠક યોજી હતી.

આ બેઠકમાં હોદ્દેદારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતાં લોકો વચ્ચે જઈ જનસંવાદ કરવા કહેવાયું છે. પોતાના મત વિસ્તારમાં સાંસદ આગામી એક મહિના સુધી લોકોને મળી પોતાનાં કામો લોકો સુધી પહોંચાડશે. ભાજપ દરેક લોકસભા દીઠ એક અને રાજ્યભરમાં 100 મોટી જનસભાઓ કરશે.

આ સભાઓમાં કેન્દ્ર અને રાજ્યના મોટા નેતાઓ હાજરી આપશે. તદુપરાંત શહેરમાં પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન પણ યોજવામાં આવશે. તેઓએ લોકસભાની ચૂંટણીની તૈયારી ગણાવી કહ્યું હતું કે, પાર્ટી હંમેશાં ચૂંટણીના મોડમાં જ હોય છે, ગમે ત્યારે ચૂંટણી આવે ભાજપના કાર્યકર્તા તૈયાર જ હોય છે. ગોરધન ઝડફિયાને બાગેશ્વર ધામના કાર્યક્રમ વિશે પૂછતાં તેઓએ કહ્યું હતું કે, તે લોકલ સ્તરે આયોજન છે, તેના વિશે માહિતી નથી.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.