વાસણા રોડ વિસ્તારમાં વૃક્ષ થયું ધરાશય. - At This Time

વાસણા રોડ વિસ્તારમાં વૃક્ષ થયું ધરાશય.


શહેરમાં 3 દિવસથી ફૂંકાઈ રહેલા પવનો અને વાદળછાયા વાતાવરણને પગલે ગરમી આંશિક ઘટી છે. શનિવારે 17 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા. જેમાં 2 સ્થળે વૃક્ષ ધરાશાયી થયાં હતાં. જે પૈકી વાસણા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે ઝાડ પડવાની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ દોડતું થયું હતું. વાસણા રોડ વોર્ડ 11ની ઓફિસ પાસે રોડ પર સાંજે ઝાડ પડ્યું હતું. જેથી વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરોએ ઝાડ કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો. જે દરમિયાન એક તરફનો રસ્તો બંધ કરાતાં ટ્રાફિક જામ થયો હતો.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.